'તારક મહેતા...'ની સોનુ ભીડે સામે થશે કાનૂની કાર્યવાહી? અભિનેત્રીએ કરી દીધો મોટો ખુલાસો
Tarak Mehta Ka Ulta Chasma Sonu Bhide News : ટેલિવિઝન પર આવતો સૌથી જૂનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક સમયથી કલાકારો અને પ્રોડક્શન ટીમ વચ્ચેના અણબનાવને કારણે ચર્ચામાં છે. ક્યારેક શૈલેષ લોઢા તો ક્યારેક જેનિફર મિસ્ત્રી બંસીવાલના કિસ્સાઓને કારણે આ શો ચર્ચામાં રહ્યો. હવે શોની વધુ એક અભિનેત્રી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે, જેના કારણે 'તારક મહેતા'ની ટીમમાં અણબનાવ ફરી ચર્ચાનો વિષય બની ગયા છે.
આ વખતે કોણ વિવાદમાં?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવતી પલક સિધવાનીને લઈને છેલ્લા કેટલાક સમયથી એક નેગેટિવ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. અહેવાલ છે કે તેના પર પ્રોડક્શન હાઉસ સાથેના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, જેના કારણે તેને કાનૂની નોટિસ મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા
શું પ્રોડક્શન કાનૂની નોટિસ મોકલશે?
માહિતી મુજબ, નીલા ફિલ્મ પ્રોડક્શન ટૂંક સમયમાં જ આ મુદ્દે તેને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છે. અભિનેત્રી પર કરારના ઉલ્લંઘનમાં થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટનો આરોપ છે. આરોપમાં જણાવાયું છે કે તેણે તેના કરારની મહત્વપૂર્ણ શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેના પાત્ર, શો, કંપની અને બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મને નોંધપાત્ર નુકસાન થયું છે.
પલકે જણાવ્યું સત્ય
એવું લાગે છે કે તેના કારણે શોને ખૂબ અસર થઈ છે. અભિનેત્રીને પહેલા ચેતવણી આપ્યા બાદ પ્રોડક્શન હાઉસ આ પગલાં પર વિચાર કરી રહ્યું છે. પલક સિધવાણીએ આવા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં પલક સિધવાનીએ આ સમાચારનું સત્ય જણાવ્યું છે. તેણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણ બકવાસ અને વાહિયાત છે. મારું નિવેદન લીધા વિના કોઈ આવુ કન્ટેન્ટ કેવી રીતે જાહેર કરી શકે. મારી અને પ્રોડક્શન ટીમ વચ્ચે આવી કોઈ વાત નથી.