મુનમુન દત્તા સાથે સગાઈની અફવાઓનો અંત લાવ્યા બાદ રાજ અનડકટે શેર કરી પોસ્ટ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
મુનમુન દત્તા સાથે સગાઈની અફવાઓનો અંત લાવ્યા બાદ રાજ અનડકટે શેર કરી પોસ્ટ 1 - image

નવી મુંબઇ,તા. 15 માર્ચ 2024,શુક્રવાર 

ટીવીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  ના બે કલાકાર ટપુ અને બબિતા એટલે કે, મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈની ચર્ચા બાદ મુનમુન અને રાજ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અફવાઓને ફગાવી દીધી હતી. 

રાજે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ' નમસ્કાર, ફક્ત તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે બકવાસ અને ખોટા છે.'

સગાઈની અફવાને ફગાવી દીધા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. આ અફવાથી સોશિયલ મીડિયા પર આ બંનેની જ ચર્ચા થઈ રહી હતી અને હેસટેગ પણ ચાલ્યો હતો.રાજ અનડકટ મુનમુન દત્તા કરતા 9 વર્ષ નાનો છે. મુનમુન 36 વર્ષની છે અને રાજ 27 વર્ષનો છે. આ પહેલા પણ બંનેને લઇને અફવાઓ વહેતી થઇ હતી.                  

ત્યારે સગાઈની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યા બાદ રાજ અનડકટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે.

પોતાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વખતે રાજે કેપ્શનમાં લખ્યું કે, 'કેટલી શાનદાર મેચ હતી, ચેન્નાઈ સિંગમ્સ, ISPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી આ સિદ્ધિ મેળવી. શાનદાર વાઇબ્સ સાથે દરેક ક્ષણનો આનંદ માણ્યો  Ibis India.

મહત્વનું છે કે, મુનમુન ઘણા વર્ષોથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે. જ્યાર તારક મહેતા શો મા ટપ્પુ એટલે કે, રાજ હવે શોનો ભાગ નથી.


Google NewsGoogle News