ટાઇટેનિક' અને 'અવતાર' જેવી ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા જોન લેન્ડોનું 63 વર્ષની વયે નિધન
Oscar winner producer Jon Landau died: 'ટાઇટેનિક' અને 'અવતાર' જેવી ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા જોન લેન્ડોનું 63 વર્ષની વયે વયે લોસ એન્જલસમાં નિધન થયું છે. નેવુંના દાયકામાં લેન્ડોએ ફિચર ફિલ્મ પ્રોડક્શન કંપની ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઉત્તમ ફિલ્મો આપી હતી. વર્ષ 1998માં ટાઈટેનિક ફિલ્મ માટે જેમ્સ કેમરુન અને જોન લેન્ડોને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. નોંધનીય છે કે, લેન્ડો છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પીડાતા હતા.
જોન લેન્ડો ટાઇટેનિક અને અવતાર સહિતની વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના ઓસ્કાર વિજેતા નિર્માતા છે. તેઓ લાંબા સમયથી ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોનના પ્રોડ્યુસિંગ પાર્ટનર હતા. તેમના બહેન ટીનાએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. લેન્ડો હોલિવૂડના નિર્માતા એલી અને એડી લેન્ડોના પુત્ર હતા અને થોડા સમય માટે ફિલ્મ પ્રોડક્શન કંપની 20મી સેન્ચ્યુરી ફોક્સમાં એક્ઝિક્યુટિવ હતા. આ દરમિયાન તેમણે ધ લાસ્ટ ઓફ ધ મોહિકન્સ અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોનું સુપરવિઝન કર્યું હતું.
કેમેરોનની સાથે તેઓ 1997ની હિટ ટાઈટેનિક બનાવવામાં સામેલ હતા. આ વૈશ્વિક બોક્સ ઓફિસ પર એક અબજ ડૉલરની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ હતી. બાદમાં અવતાર અને તેની સિક્વલ અવતાર: ધ વે ઓફ વોટર જેવી હીટ ફિલ્મો 2009 અને 2022માં બનાવી હતી, અને તેણે પણ ટાઇટેનિકનો રેકોર્ડ તોડ્યો હતો.