દુલ્હન બન્યા પહેલા જ વિદાય લીધી...', તિશા કુમારના નિધનથી ભાઈ-બહેન આઘાતમાં

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
દુલ્હન બન્યા પહેલા જ વિદાય લીધી...', તિશા કુમારના નિધનથી ભાઈ-બહેન આઘાતમાં 1 - image
Image Twitter 

Tishaa Kumar : બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારના ગઈકાલે એટલે કે 22મી જુલાઈના રોજ મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  ત્યાર બાદ સાંજે તિશાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં આખું બોલિવૂડ આ ભાંગી પડેલા માતા-પિતાને  સાત્વના આપવા આવી પહોચ્યું હતું. તિશા કુમારના અંતિમ સંસ્કાર વખતે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તિશાના માતા બેભાન થઈ ગયા હતા, જ્યારે તેના પિતા દુખમાં સરી પડ્યા હતા. તો નાની બહેનની વિદાયથી તિશાના પિતરાઈ ભાઈઓ પણ દુખમાં સરી પડ્યા છે. તિશાના પિતરાઈભાઈ ભૂષણ કુમાર, બહેન તુલસી અને ખુશાલી પણ શોકમાં સરી પડ્યા હતા.

ભાઈઓ અને બહેનો તિશાના નિધનથી દુઃખમાં સરી પડ્યા

ભૂષણ, તુલસી અને ખુશાલીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમની નાની બહેનને યાદ કરી હતી. ભૂષણ કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તિશાનો ફોટો શેર કર્યો અને લખ્યું કે તિશા RIP.

તો અહીં તુલસીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તિશાનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, અમારી પ્યારી તિશા, તારી આ રીતે અચાનક  વિદાયથી અમે ભાંગી પડ્યા છીએ. આ તારા જવાનો સમય નહોતો. અમે તારી વધતી સફળતા જોવા માંગતા હતા. તને લગ્નના જોડામાં જોવા માંગતાં હતા, આ રીતે જોવા નહોતો માંગતા. ખૂબ જ જલ્દી જતી રહી મારી નાની બહેન, અમારી રાજકુમારી, તારા માટે અમારા હૃદયમાં હંમેશ માટે પ્રેમ રહેશે.

ખુશાલી પણ માની શકતી નથી

આટલું જ નહીં ખુશાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તિશાના મૃત્યુની પોસ્ટ પણ શેર કરી છે. ખુશાલીએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, અમારી રાજકુમારી તિશા તારી વિદાયથી મારું હૃદય તૂટી ગયું છે. આ તારા જવાનો સમય નહોતો, અમે તને હજુ આગળ જોવા માંગતા હતા. અમે તને લગ્નના પોશાકમાં જોવા માંગતા હતા, આ રીતે જોવા નહોતા માંગતાં. નાની બહેન, તું ઘણી ઝડપી ચાલી ગઈ.

કુમારનો પરિવાર ભારે દુઃખમાં

આટલી નાની ઉંમરે તિશાના જવાથી ત્રણેય ભાઈ-બહેનો આઘાતમાં સરી પડ્યા છે. તિશાના માતા-પિતાની હાલત ખૂબ જ ખરાબ છે. નોંધનીય છે કે, તિશા કુમાર કેન્સર સામેની જંગ લડી રહી હતી અને અંતે આ બીમારી સામે તે હારી ગઈ. 20 વર્ષની વયે દીકરીના મૃત્યુને કારણે તિશાના પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે. કુમારના પરિવાર ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ આવો આવશે. આજે આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. યુવાન દિકરીની ખોટ શું પડે તે તો તેનો પરિવાર જ સમજી શકે છે. આપણે સૌ તિશા અને તેના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે.


Google NewsGoogle News