જાણીતી અભિનેત્રી પિતાના ફેમથી કંટાળી, પોતાની ઓળખ બનાવવા ઘર છોડી મુંબઈ આવી ગઇ
Shruti Haasan left home to build her own identity in Mumbai : અભિનેત્રી શ્રુતિ હાસન ફેમસ અભિનેતા કમલ હાસન અને સારિકાની મોટી પુત્રી છે. આ સ્ટાર પેરેન્ટ્સના 2002માં છૂટાછેડા થઈ ગયા હતા. લોકો સતત શ્રુતિ હાસનને તેના માતા-પિતાના છૂટાછેડા વિશે પૂંછતા હોવાથી કંટાળી ચેંન્નઈ છોડી મુંબઈ આવી ગઈ હતી. અને તે પોતાની આગવી ઓળખ બનાવવા માંગતી હતી.
શ્રુતિનું કહેવું છે કે, "હું મારા માતા-પિતાના છૂટાછેડા બાદ તે મુંબઈ આવી ગઈ હતી, કારણ કે તે તેના પિતાની ફેમથી કંટાળી ગઈ હતી. અને તે પોતાની આગવી ઓળખ બનાવવા ઈચ્છતી હતી. તેમજ લોકો મને સતત મારા પિતા વિશે પૂછતા રહેતા હતા. મને એવું લાગતું હતું કે, બધું હંમેશા તેમના વિશે જ હતું."
તો, હું કહેતી કે મારા પિતા ડૉ. રામચંદ્રન છે
'એટલે મેં વિચાર્યું કે, હું શ્રુતિ છું, અને મારે મારી આગવી ઓળખ બનાવવી જોઈએ. લોકો મારી તરફ ઈશારો કરીને કહેતા કે અરે આ કમલની દીકરી છે. જો કોઈએ મને પૂછ્યું હોત તો, હું ના પાડત અને કહેતી કે, મારા પિતા ડૉ. રામચંદ્રન છે.'
જ્યારે તેઓ અલગ થયા ત્યારે હું મુંબઈ આવી ગઈ
'આ અમારા ડેન્ટિસ્ટનું નામ હતું અને હું પૂજા રામચંદ્રન છું, આ નામ મેં જાતે બનાવ્યું છે. હું બાળપણથી જ જાણતી હતી કે, તે દરેક લોકોથી અલગ છે, જેને હું મળી છું. મારો ઉછેર બે જિદ્દી લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની અસર મારા અને મારી બહેન પર પણ પડી છે. જ્યારે તેઓ અલગ થયા ત્યારે હું મુંબઈ આવી ગઈ હતી. '
મને અહીં રહેવું ક્યારેય પસંદ નહોતું : શ્રુતિ
શ્રુતિનું કહેવું છે કે, 'મને અહીં રહેવું ક્યારેય પસંદ નહોતું. પરંતુ જ્યારે દરેક જગ્યાએ પપ્પાના પોસ્ટર લાગ્યા તો, તેમની ફેમથી હું કંટાળી ગઈ હતી અને પોતાની જાતને અલગ કરવા માંગતી હતી. જો કે, આજે પરિસ્થિતિ ઘણી અલગ છે. હું કમલ હાસન વિના શ્રુતિની કલ્પના પણ કરવા માંગતી નથી.'