Get The App

એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
Tiku Talsania


Tiku Talsania suffers Heart Attack: બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેની સારવાર માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

તેમના એક સંબંધીએ તબિયત અંગે અપડેટ આપતા કહ્યું છે, કે 'મોમ તને નહિ સમજાય' નામની ગુજરાતી ફિલ્મના પ્રીમિયર સમયે તેમની તબિયત લથડી ત્યારે હું ત્યાં તેમની સામે જ હતો. તેમની તબિયત લથડતા જ એક બહેને તાત્કાલિક દવા આપી હતી, જેનાથી તેમને થોડો સમય રાહત મળી. તેટલા સમયમાં જ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને સમયસર સારવાર મળી ગઈ. હાલ તેઓ ખતરાની બહાર છે. પરતું લાંબો સમય તેમને રેસ્ટ લેવો પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલ ડૉક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે.'

ગુજરાતી અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ 70 વર્ષીય સીનિયર એક્ટર માટે તેમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દી જ સાજા થઈ જાય. 

તેમની આ ગુજરાતી ફિલ્મો છે લોકપ્રિય 

ટીકુ તલસાણિયા ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પણ કામ કર્યું છે. આમ તો તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જો ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે 'કોઈને કહેશો નહિ', 'કંઇક કરને યાર', 'તૃપ્તિ', 'આવ તારું કરી નાખું', 'વાર તહેવાર', 'વ્હાલમ જાઓ ને' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

ટીકુ તલસાણિયાની લોકપ્રિય હિન્દી ફિલ્મો 

એક્ટર ટીકુ તલસાણિયાનો જન્મ 1954માં થયો હતો. તેણે 1984માં લોકપ્રિય શો 'યે જો હૈ ઝિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. 1986માં તેણે ફિલ્મ 'પ્યાર કે દો પલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે, તેઓ તેમની કોમિક ભૂમિકાઓ માટે સૌથી વધુ જાણીતા છે. તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમિંગ બંને અદ્દભૂત છે. તેમજ તેમની ડાયલોગ ડિલિવરી પણ ખૂબ જ સરસ છે.

ટીકુ તલસાણિયાએ વર્ષ 1984માં ટીવી શો 'યે જો હૈ ઝિંદગી'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી, 1986માં, તેમણે 'પ્યાર કે દો પલ', 'ફરજ' અને 'અસલી નકલી' નામની ફિલ્મો કરી. એક્ટરે સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદા પર ખૂબ હસાવ્યા. તેમણે 'બોલ રાધા બોલ', 'કુલી નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', 'હીરો નંબર 1', 'બડે મિયાં છોટે મિયાં', 'વિરાસત' અને 'હંગામા 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ 2 - image


Google NewsGoogle News