ટાઇગરની લથડતી કારકિર્દીના કારણે તેની ફિલ્મ હીરો નંબર વન અભેરાઇએ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
ટાઇગરની લથડતી કારકિર્દીના કારણે તેની ફિલ્મ હીરો નંબર વન અભેરાઇએ 1 - image


- નિર્માતા વાસુ ભગનાની અભિનેતા સાથે કામ કરીને કોઇ જોખમ ખેડવા નથી માંગતો

મુંબઇ : ટાઇગર શ્રોફની ફિલ્મો એક પછી એક બોક્સ ઓફિસ પર નિષઅફળ જઇ રહી હોવાથી નિર્માતા વાસુ ભગનાનીએ તેની સાથેનો આગામી પ્રોજેક્ટ હીરો નંબર વનને બંધ કરી દીધો છે.અભિનેતાની ડમમગાતી કારકિર્દી જોતાં નિર્માતા પોતાની આગામી ફિલ્મ સાથે કોઇ જોખમ ખેડવા માંગતો નથી. દિગ્દર્શક જગન શક્તિએ પણઆ પ્રોજેક્ટ છોડી દીધો છે. નિર્માતા વાસુ ભગનાનીની ટાઇગર શ્રોફ અભિનિત બડે મિંયા છોટે મિંયા નિષ્ફળ જતાં નિર્માતા દેવામાં ડૂબી ગયો હોવાથી તે હવે અભિનેતા સાથે ફિલ્મ બનાવા માંગતો નથી. 

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હીરો નંબર વનને વાસુ ભગનાની પ્રોડયુસ કરવાનો હતો.ફિલ્મનું ૨૦ ટકાજેટલું શૂટિંગ થઇ ગયું હતુ.ં બાકીનું શૂટિંગ બડે મિયાં છોટે મિંયાના રિલીઝ પછી  ફરી શરૂ થવાનું હતુ.ં પરંતુ બડે મિયાં છોટે મિયાં બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. આ ફિલ્મ ફ્લોપ થવાને ્કારણે વાસુ ભગનાનીનું પૂજા એન્ટરટેઇનમેન્ટ કરજમાં ડૂબી ગયું છે. હવે તે ટાઇગર  શ્રોફની આગામી ફિલ્મ પર પૈસા લગાડવા રાજી તેમજ સક્ષમ નથી. એવામાં તેણે આ ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં ટાઇગર સાથે  દિશાપટાણી અને પશ્મીના  રોશન મુખ્ય ભૂમિકામાં કામકરવાના હતા. 

ટાઇગર શ્રોફની હીરો પંતી ટુ ગણપથ અને બડે મિયાં છોટે મિંયા ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે.પરિણામે તે ફ્લોપ હીરોમાં ગણાઇ રહ્યો છે અને ્હવે કોઇ નિર્માતા તેની સાથે જોખમ ખેડવા તૈયાર નથી.


Google NewsGoogle News