ટાઈગર એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટાણી સાથે ફરી સ્ક્રીન પર જોડી જમાવશે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ટાઈગર એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટાણી સાથે ફરી સ્ક્રીન પર જોડી જમાવશે 1 - image


- ફિલ્મનું ટાઈટલ હિરો નંબર વન હશે

- મૂળ સારા અલી  આ ફિલ્મ કરવાની હતી, તારીખોની સમસ્યાને કારણે તેના સ્થાને દિશા ગોઠવાઈ ગઈ

મુંબઈ : બોલીવૂડમાં બ્રેક અપ થયા પછી હિરો હિરોઈન કોઈ ફિલ્માં જોડી જમાવતાં હોય તેવા  જૂજ કિસ્સા જોવા મળે છે. હવે તેમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાણીનો પણ ઉમેરો થઈ રહ્યો છે. બંને આગામી એક ફિલ્મમાં સાથે જોવા  મળશે. ટૂંક સમયમાં રીલીઝ થનારી 'ટાઈગર થ્રી'માં પણ જૂના પ્રેમીઓ કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી જોવા મળવાની છે. 

ફિલ્મ સર્જક જગનશકિતની 'હીરો નંબર વન' ટાઇટલ ધરાવતી આ એકશન થ્રિલર ફિલ્મમાં પહેલા ટાઇગર અને સારા અલી ખાન કામ કરવાના હતા. પરંતુ સારા અલી ખાન આ ફિલ્મ માટે તારીખ ફાળવી ન શકવાથી તેના બદલે દિશાને આ ફિલ્મ ઓફર કરવામાં આવી છે. 

જોકે, ફિલ્મની ટીમ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે  ૧૯૯૭ની ગોવિંદાની   હિટ  ફિલ્મ 'હિરોે નંબર વન'ને આ ફિલ્મ સાથે  કોઇલેવાદેવા નથી. બ્રેકઅપ પછી પણ ટાઇગર અને દિશાના સંબંધો મૈત્રીસભર રહ્યા છે. આ પહેલા આ જોડીએ ડબાગી ટ'ુ અને ' બાગી ૩'માં કામ કર્યું છે. હવે તેઓ  વધુ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. 

જગનશક્તિએ પોતાનુ ંસમર્થન આપતાં કહ્યુ હતુ કે, આ એક એકશન ફિલ્મ બનશે અને દિશા એકશન દ્રશ્યો માટે યોગ્ય છે. સારા અલી ખાન આ ફિલ્મનો  હિસ્સો બન ે તેવી  મારી  ઇચ્છા  હતી. પરંતુ સંજોગોવશાત તારીખની સમસ્યાને કારણે આ શક્ય બન્યું નથી. 

ટાઈગરની 'ગણપત' તાજેતરમાં બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આથી તેની કેરિયર ડામાડોળ બની ગઈ છે. હવે તેના હાથ પરની જૂજ ફિલ્મો પર તેની  કારકિર્દીનો મદાર છે. 


Google NewsGoogle News