ટાઈગર શ્રોફની હિરો નંબર વન અભેરાઈ પર ચઢી ગઈ
- ડાયરેક્ટર તથા અન્ય ટેકનિશિયનો છૂટા થઈ ગયા
- છ માસ પહેલાં જાહેરાત છતાં હજુ શૂટિંગ શરુ થયું નથીઃ ટાઈગર સાથે દિશાની જોડી હતી
મુંબઇ : ટાઈગર શ્રોફ તથા દિશા પટાણીની 'હિરો નંબર વન' અભેરાઈ પર ચઢી ગઈ હોવાનું માનવામાં આવે છે. ફિલ્મના ડાયરેક્ટર જગન શક્તિ તથા અન્ય ક્રૂ મેમ્બર્સ નવા પ્રોજેક્ટસમાં જોતરાઈ ચૂક્યા છે.
ગયાં વર્ષે આ ફિલ્મની જાહેરાત થઈ હતી. તે પછી ગત સપ્ટેમ્બરમાં તેનું શૂટિંગ શરુ થશે તેવી વાત ચર્ચાઈ હતી. જોકે, તે પછી અનેક તારીખો પડી ચુકી છે પરંતુ હજુ શૂટિંગ શરુ થવાના કોઈ આસાર નથી.
ફિલ્મમાં એક સમયની રિયલ ટાઈમ જોડી ટાઈગર શ્રોફ તથા દિશા પટાણી કામ કરવાના હતા. આ ફિલ્મની વાર્તાને ગોવિંદાની આ જ ટાઈટલિ ધરાવતી ફિલ્મ સાથે કોઈ સંબંધ નહીં હોય તેવો પણ દાવો કરાયો હતો.
જોકે, ફિલ્મ પડતી મૂકાવાનાં કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ટ્રેડ વર્તુળોમાં અટકળો અનુસાર નિર્માતાઓ ટાઈગર શ્રોફની અક્ષય કુમાર સાથેની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના બોક્સ ઓફિસ પરફોર્મન્સની રાહ જોઈ રહ્યા છે. તે પછી કાર્તિક પર આટલાં મોટાં બજેટ સાથે મદાર બાંધવો કે કેમ તેનો નિર્ણય લેવાશે.