વારંવાર ફલોપ જતા ટાઈગર શ્રોફને કરણ જોહરની નવી ફિલ્મ મળી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
વારંવાર ફલોપ જતા ટાઈગર શ્રોફને કરણ જોહરની નવી ફિલ્મ  મળી 1 - image


- ટાઈગરને ટિપિકલ એક્શન રોલમાં ચમકાવશેે    

- વધુ એક સ્ટાર કિડની ડૂબતી કેરિયરને બચાવવા માટે કરણ જોહર આગળ આવ્યો 

મુંબઈ : ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના બારેય વહાણ  તાજેતરમાં બોક્સ ઓફિસ પર ડૂબી ચૂક્યાં છે. તેની 'ગણપત' સહિતની ફિલ્મો પણ મહા ભંગાર અને મહા ફલોપ સાબિત થઈ ચૂકી છે. બોલીવૂડમાં દરેક સ્ટાર કિડની ડૂબતી કેરિયરને બચાવવાનું બીડું ઝડપતા કરણ જોહરે ટાઈગર શ્રોફને વધુ એક એક્શન ફિલ્મ માટે સાઈન કર્યો છે. 

ટાઈગર શ્રોફની એક્ટિંગના કોઈ ઠેકાણા નથી. તે માત્ર એક્શન હિરો તરીકે ફાઈટિંગમાં જ ચાલે છે. પરંતુ તેમ છતાં પણ ઈન્ડસ્ટ્રીમાં જેકી શ્રોફે સૌ સાથે દોસ્તી રાખી હોવાથી ટાઈગરને એક પછી એક ફિલ્મો મળ્યા કરે છે. 

ટાઈગર શ્રોફ હિરો તરીકે જરાય ચાલતો  નહિ હોવા છતાં પણ કરણ જોહરે તેના પર  નવું રિસ્ક લેવાનું પસંદ  કર્યું છે. વરુણ ધવનથી માંડીને જ્હાન્વી કપૂર સહિતના કોઈ ફિલ્મોમાં ખાસ કશું નહિ ઉકાળનારા સ્ટાર કિડ્ઝને કરણ જોહર આ રીતે વારંવાર તક આપી ચૂક્યો છે.


Google NewsGoogle News