રવિ તેજાની ફર્સ્ટ પૈન ઈન્ડિયા ફિલ્મ 'ટાઈગર નાગેશ્વર રાવ'ની રિલીઝ ડેટ ફિલ્મના પોસ્ટર સાથે જાહેર
નવી મુંબઇ,તા. 29 માર્ચ 2023, ગુરુવાર
રવિ તેજાની પ્રથમ પાન ઈન્ડિયા ફિલ્મ 'ટાઈગર નાગેશ્વર રાવ'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 20 ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના અવસર પર સિનેમાઘરોમાં આવશે.
અનુપમ ખેર પણ આ ફિલ્મમાં જોવા મળશે. એક્ટરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતાં એક્ટરે લખ્યુ કે, “ મારી તેલુગુ ફિલ્મ ટાઉગર નાગેશ્વર રાવ 20 ઓક્ટોબર 2023થી દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર શિકાર કરવા માટે તૈયાર છે. જય હો”
નિર્માતાઓએ બુધવારે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું, જેણે ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે.
'ટાઈગર નાગેશ્વર રાવ' એક પેન ઇન્ડિયા ફિલ્મ હોવાથી મેકર્સ તેને ઘણી ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.વામસી આ ફિલ્મના નિર્દેશક છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા અભિષેક અગ્રવાલ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
'ટાઈગર નાગેશ્વર રાવ' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેમાં તમને જબરદસ્ત એક્શન સીન્સ જોવા મળશે.આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, રવિ તેજા સિવાય ફિલ્મમાં નુપુર સેનન, ગાયત્રી ભારદ્વાજ, રેણુ દેસાઈ, જીશુ સેનગુપ્તા અને અનુપમ ખેર પણ જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. વંશી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને અભિષેક અગ્રવાલ પ્રોડ્યુસ કરશે.