'Tiger 3'નું 7માં દિવસે ખુબ જ ખરાબ કલેક્શન, રવિવારે પણ વર્લ્ડ કપ ફાઈનલ મેચની થશે અસર!
નવી મુંબઇ,તા. 18 નવેમ્બર 2023, શનિવાર
સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ Tiger 3 બોક્સ ઓફિસ પર આશા પ્રમાણે ખરી નથી ઉતરી રહી. આ ફિલ્મે રિલીઝ થયાને આખું અઠવાડિયું થઈ ગયું છે. ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મ યશરાજ સ્પાય યુનિવર્સ ની 5મી અને ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે
બોક્સ ઓફિસ ક્લેક્શનની વાત કરીએ તો, ટાઈગર 3નું કલેક્શન ધીમે ધીમે ઘટી રહ્યું છે, ફિલ્મે 18મી નવેમ્બરે 7માં દિવસે સૌથી ખરાબ કલેક્શન કર્યું છે.
શનિવારે ટાઈગર 3 ના બોક્સ ઓફિસ આંકડા જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે, સલમાન ખાનનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. ટાઈગર 3 એ શનિવાર 18 નવેમ્બર 7 ના રોજ માત્ર રૂ. 2.26 કરોડનું કલેક્શન કર્યું છે, પરંતુ આ આંકડા સાંજ સુધીમાં ઉપર કે નીચે જઈ શકે છે, જો આ આંકડા સાચા હોય તો ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 203.35 કરોડ થશે.
જોકે સલમાનના ફેંસે દિવાળી હોવા છતાં આ ફિલ્મને સારી ઓપનિંગ આપી હતી. જ્યારે યશરાજ ફિલ્મ્સની ચોથી સ્પાઈ ફિલ્મ પઠાણ સાથે તેની તુલના કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મે 5 દિવસમાં 542.00 કરોડ રૂપિયા પાર કરી ગઈ હતી.
19 નવેમ્બર રવિવારે વર્લ્ડ કપની છેલ્લી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, આ મેચની ફિલ્મના કલેક્શન પર પણ ભારે અસર થઇ શકે છે.
મહત્વનું છેકે, ફિલ્મમાં સલમાન, કેટરીના અને ઈમરાન ઉપરાંત શાહરૂખ ખાન અને હ્રતિક રોશનનો પણ ખાસ કેમિયો છે. શાહરૂખના ‘પઠાણ’ લુકની સાથે તેના એક્શન કેમિયોએ દર્શકોને ખૂબ જ ખુશ કર્યા હતા. બીજી તરફ ચાહકો ઇમરાન હાશ્મીના વિલન અવતારથી ઘણા ખુશ હતા. ફિલ્મના એન્ડમાં હ્રતિક ફાઇટિંગ કરતો બતાવે છે અને ફિલ્મ પુરી થઇ જાય છે.