ટાઇગર 3 ની સક્સેક પાર્ટીમાં સલમાન ખાને કેટિરના કૈફને પહેરાવ્યો સ્કાર્ફ, કહ્યું-‘આનો ખોટો અર્થ ના નીકાળવો’

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News

ટાઇગર 3 ની સક્સેક પાર્ટીમાં સલમાન ખાને કેટિરના કૈફને પહેરાવ્યો સ્કાર્ફ, કહ્યું-‘આનો ખોટો અર્થ ના નીકાળવો’ 1 - image

નવી દિલ્હી,તા. 18 નવેમ્બર 2023, શનિવાર 

સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળી પર 12 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મ યશરાજ સ્પાય યુનિવર્સ ની 5મી અને ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. બંને સ્ટાર્સ પોતાની ફિલ્મ 'ટાઈગર 3'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તેની ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 5 દિવસમાં 200 કરોડના ક્લબનો હિસ્સો બની ગઈ છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ 300 કરોડને પાર કરી ગયું છે. હવે ફિલ્મની ટીમ સક્સેસ પાર્ટી સેલિબ્રેટ કરી રહી છે.

તાજેતરમાં જ સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીએ 'ટાઈગર 3'ની સક્સેસ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સલમાન-કેટરિના ફિલ્મના ગીત 'લેકે પ્રભુ કા નામ' પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તો સલમાન ખાને ઈમરાન હાશ્મીને પણ કિસ કરી હતી.

સલમાને કેટરિનાનો ખાસ ગિફ્ટ આપી જેને લાઈમલાઈટ ચોરી લીધી. સલમાન ખાને કેટરીના કૈફને પોતાનો સ્કાર્ફ પહેરાવ્યો હતો. આ બ્લેક એન્ડ વ્હાઇટ રંગના સ્કાર્ફ પર ‘ટાઈગર 3’ લખેલું હતું. કેટરિનાને આ સ્કાર્ફ પહેરાવતી વખતે સલમાન કહે છે – ‘હવે આનો ખોટો અર્થ ન કાઢો.’ ઈવેન્ટમાં હાજર લોકો આ પ્રસંગને ખૂબ એન્જોય કર્યો હતો. 

‘ટાઈગર 3’માં શાહરૂખ-હ્રતિકનો કેમિયો

મહત્વનું છેકે, ફિલ્મમાં સલમાન, કેટરીના અને ઈમરાન ઉપરાંત શાહરૂખ ખાન અને હ્રતિક રોશનનો પણ ખાસ કેમિયો છે. શાહરૂખના ‘પઠાણ’ લુકની સાથે તેના એક્શન કેમિયોએ દર્શકોને ખૂબ જ ખુશ કર્યા હતા. બીજી તરફ ચાહકો ઇમરાન હાશ્મીના વિલન અવતારથી ઘણા ખુશ હતા. ફિલ્મના એન્ડમાં હ્રતિક ફાઇટિંગ કરતો બતાવે છે અને ફિલ્મ પુરી થઇ જાય છે. 


Google NewsGoogle News