ફિલ્મ ટાઇગર 3 ની રિલીઝ પહેલાં કેટરિના કૈફે શેર કર્યો સલમાન ખાન સાથેનો ફોટો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ફિલ્મ ટાઇગર 3 ની રિલીઝ પહેલાં કેટરિના કૈફે શેર કર્યો સલમાન ખાન સાથેનો ફોટો 1 - image


નવી મુંબઇ,તા. 10 નવેમ્બર 2023,શુક્રવાર 

સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ સુપર-ડુપર હિટ જોડીને જોવા માટે ફેન્સનો ઉત્સાહ બમણો છે. 

આ ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર એજન્ટ ટાઇગર અને કેટરિના કૈફ અને ઝોયાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 12મી નવેમ્બરે રિલીઝ થશે. ટાઈગરની રિલીઝ પહેલા જ કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથે પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી અને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

કેટરિનાએ શેર કરી સલમાન સાથેની પોસ્ટ

દિવાળીનો તહેવારની શરુઆત થઇ ગઇ છે. ત્યારે કેટરીના કૈફે દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે સલમાન ખાન સાથેનો પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અભિનેત્રીએ હાથમાં દીવો પકડ્યો છે. કેટરીનાની સાથે સલમાન ખાન પણ લાલ કુર્તા અને તેના સિગ્નેચર બ્રેસલેટ સાથે જોવા મળી રહ્યો છે. 

આ તસવીર પોસ્ટ કરતી વખતે કેટરિનાએ કેપ્શનમાં લખ્યું, “હેપ્પી દિવાળી, ટાઈગર 3 આ રવિવારે, 12 નવેમ્બરના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. અત્યારે જ તમારી ટિકિટ બુક કરો.”

કેટરીના અને સલમાન ખાનની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

યુઝર્સ પર કમેન્ટ કરતાં પોતાને રોકી શક્યા નહીં. એક ચાહકે લખ્યું, "આ બંને એકસાથે ખૂબ સારા લાગે છે." બીજાએ લખ્યું, "બેસ્ટ કપલ." એક યુઝરે કહ્યું, "જો ભાઈસાહેબના લગ્ન યોગ્ય સમયે થયા હોત, તો આ કપલ રિઅલ કપલ હોત."

કેટરિના કૈફ અને સલમાન ખાનની 'ટાઈગર 3'એ રિલીઝ પહેલા જ ભારે ધૂમ મચાવી દીધી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ સારુ થઇ રહ્યું છે. 'ટાઈગર 3'નું બમ્પર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તે તેના શરૂઆતના દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરશે તેવી અપેક્ષા છે.

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, સલમાન અને કેટરીના સિવાય ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે. રેવતી અને રિદ્ધિ ડોગરા સહિત ઘણા કલાકારોએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.


Google NewsGoogle News