Tiger 3: ભાઇજાને શેર કર્યો ઝોયાનો ફર્સ્ટ લુક,ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી કેટરિના કૈફ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
Tiger 3: ભાઇજાને શેર કર્યો ઝોયાનો ફર્સ્ટ લુક,ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી કેટરિના કૈફ 1 - image


નવી મુંબઇ 10 ઓક્ટોબર મંગળવાર

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટાઇગર 3નું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવી છે. ટાઇગર -2નું ટ્રેલર રિલીઝ થતા પહેલા મેકર્સે કેટરિના કૈફનો લુક શેર કર્યો છે. કેટરિનાનો લુક એકદમ સ્ટનિંગ છે. 

સલમાન ખાને શેર કર્યો કેટરિનાનો લુક

સલમાન ખાને કેટરીનાનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ જોઈને ચાહકો ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત થઈ ગયા છે.  કેટરીનાનો લૂક પોસ્ટર શેર કરતી વખતે સલમાન ખાને લખ્યું- ઝોયા. ટાઇગર 3નું ટ્રેલર 16મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહ્યું છે. ટાઇગર 3 હિન્દી, તમિલ અને તેલુગુમાં દિવાળી પર રિલીઝ થશે.

ટાઇગર 2માં કેટરિનાના લુકની વાત કરીએ તો, તે એક હાથમાં બંદૂક પકડીને ગોળીઓ ચલાવતી જોવા મળે છે. તેણે બીજા હાથથી દોરડું પકડી રાખ્યું છે. કેટરીનાનો આ લુક લાજવાબ છે.

સલમાન ખાને હાલમાં જ ટાઈગર 3 તરફથી તેના ભાઈનો સંદેશ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, તેને દેશદ્રોહી કહેવામાં આવ્યો છે અને તે બદલો લેવા આવી રહ્યો છે.

ટાઈગર 3ની વાત કરીએ તો, આદિત્ય ચોપરાએ તેને યશરાજ ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનુમ નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે. એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર અને પઠાણ પછી હવે ટાઈગર 3 આવી રહ્યું છે. 

આ ફિલ્મમાં સલમાન અને કેટરીના સિવાય ઈમરાન હાશ્મી ટાઈગર 3માં નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાંથી ઈમરાનનો લુક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે.


Google NewsGoogle News