થિયેટરોમાં સતત 7 દિવસ 24 કલાક ચાલશે 'ટાઈગર 3', જાણો સલમાનની ફિલ્મની કેટલી વેચાઈ ટિકિટો

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
થિયેટરોમાં સતત 7 દિવસ 24 કલાક ચાલશે 'ટાઈગર 3', જાણો સલમાનની ફિલ્મની કેટલી વેચાઈ ટિકિટો 1 - image


નવી મુંબઇ,તા.8 નવેમ્બર 2023,બુધવાર  

બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ દિવાળીના પર્વ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને લઇને સલમાન ખાનના ફેન્સ પર જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફેન્સ આ ફિલ્મને લઇને ખુબ જ ઉત્સાહિત છે. સલમાન-કેટરીનાએ ચાહકોની દિવાળી વધુ સ્પેશિયલ બનાવી દીધી છે.આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવી છે, ટાઇગર 3ના શો સિનેમાઘરોમાં 24 કલાક ચાલવા માટે તૈયાર છે.

આ સ્પાઇ યૂનિવર્સની ફિલ્મ ‘ટાઇગર 3’નો લોકોમાં ભારે ક્રેઝ છે. જેને ધ્યાને રાખીને દિલ્હી અને મિડિલ ઇસ્ટના સિનેમાઘરોમાં ટાઇગર 3ના શો 24 કલાક ચાલુ હશે. આ સાથે આ થિયેટર્સ કોઇ ફિલ્મ 24 કલાક ચલાવવનાર પ્રથમ છે.

શાહરૂખ ખાનની 'પઠાણ' અને 'જવાન' બાદ હવે સલમાન ખાનની મેગા-બજેટ ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. 

'ટાઈગર 3'નો શો 24 કલાક અને સાત દિવસ ચાલશે

ટાઇગર 3નો ક્રેઝ જોતા નવી દિલ્હી અને મધ્ય પૂર્વના થિયેટર 24 કલાક ફિલ્મ ચાલનારા પ્રથમ થિયેટર બની ગયા છે. રિંગરોડમાં ‘સિનેસ્ટાર મીનીપ્લેક્સ’ એ પણ લક્ષ્મી પુજા બાદના દિવસે સવારે 2 વાગ્યાથી સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મનું સ્ક્રીનિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

જો કે, મિડિલ ઇસ્ટ્માં મિર્ડિફ, દુબઇમાં વોક્સ સિનેમા જેવા થિએટર 12.5 વાગ્યા ફિલ્મનું સ્ક્રિનિંગ કરશે. તેમજ નિખિલ મોલ,રિયાદ, સાઇદી અરબમાં 2 વાગ્યાથી ટાઇગર 3 ચલાવવામાં આવશે. 

3 નવેમ્બરથી દેશભરના સિનેમાઘરો ‘ટાઇગર 3’ને લઇને 25X7નું મોડલ ફોલો કરશે. દેશના તમામ એક્ઝિબિટર્સમાં ‘ટાઇગર 3’ની ભારે માંગ છે. કારણ કે ફિલ્મને લઇને લોકોમાં ભારે ક્રેઝ છે. મળતી માહિતી અનુસાર, આ ક્રેઝ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી બંને માટે બહુ સારો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. બહુ સમયથી એક પણ સારી હિન્દી ફિલ્મ રિલીઝ થઇ નથી.

એડવાન્સ બુકિંગ

સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'એ અત્યાર સુધી એડવાન્સ બુકિંગમાં સારી કમાણી કરી છે. મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધી આ ફિલ્મની કુલ 2 લાખ 66 હજાર 995 ટિકિટો વેચાઈ ચૂકી છે. જો કે હજુ પણ આ ફિલ્મ શાહરૂખ ખાનની 'જવાન' અને 'પઠાણ', સની દેઓલની 'ગદર-2' અને પ્રભાસની 'આદિપુરુષ'થી પાછળ છે. 'ટાઈગર 3' આ રવિવારે 12 નવેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

એક થા ટાઈગર યશ રાજ સ્પા એ યુનિવર્સ ની પહેલી ફિલ્મ હતી. તેનું કુલ કલેક્શન રૂ. 198.78 કરોડ હતું. તેની સિક્વલ 'ટાઈગર ઝિંદા હૈ'એ રૂ. 339.16 કરોડની બ્લોકબસ્ટર કમાણી કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ટાઇગર-3 બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.


Google NewsGoogle News