Tiger 3 ખરાબ હાલતમાં! 9માં દિવસે એક આંકડામાં કમાણી, જાણો કેટલું છે આજનું એડવાન્સ બુકિંગ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
Tiger 3 ખરાબ હાલતમાં! 9માં દિવસે એક આંકડામાં કમાણી, જાણો કેટલું છે આજનું એડવાન્સ બુકિંગ 1 - image


નવી મુંબઇ,તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ટાઇગર 3માં સલમાન ખાન સાથે કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે. ટાઈગર 3નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો છે. જે ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. શાહરૂખ ઉપરાંત ઋત્વિક રોશનનો પણ કેમિયો છે.

આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે પરંતુ હવે ટાઇગર 3નું કલેક્શન ઘટવા લાગ્યું છે. 

અહેવાલ મુજબ, ટાઇગર 3એ 10માં દિવસે 1.43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 238.51 કરોડ થઈ જશે.

ટાઈગર-3ની કમાણી સપ્તાહના અંતથી ઘટી છે. આ ફિલ્મ જે રીતે કલેક્શન કરી રહી છે. તેને જોતા કહી શકાય કે, 250 કરોડની ક્લબમાં પ્રવેશવું મુશ્કેલ બનશે.

ટાઈગર 3 એ પહેલા અઠવાડિયામાં 187.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા સપ્તાહની વાત કરીએ તો શુક્રવારે 13.25 કરોડ રૂપિયા, શનિવારે 18.5 કરોડ રૂપિયા, રવિવારે 10.5 કરોડ રૂપિયા અને સોમવારે 7.18 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.

દુનિયાભરમાં 500 કરોડ રૂપિયા કમાઈ શકશે નહીં. ફિલ્મ સમીક્ષક સુમિત કડેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના કલેક્શન વિશે દાવો કર્યો હતો. તેમણે લખ્યું કે- ટાઈગર 3નું વિશ્વભરમાં 500 કરોડનું લાઇફટાઇમ ક્લેક્શન હવે પોસીબલ નથી. 


Google NewsGoogle News