10 દિવસમાં જ Tiger 3નો નીકળ્યો દમ, મંગળવારે કરી માત્ર આટલી કમાણી, ફિલ્મ માટે 250 કરોડ કમાવા પણ મુશ્કેલ!

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
10 દિવસમાં જ Tiger 3નો નીકળ્યો દમ, મંગળવારે કરી માત્ર આટલી કમાણી, ફિલ્મ માટે 250 કરોડ કમાવા પણ મુશ્કેલ! 1 - image


નવી મુંબઇ,તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 12 નવેમ્બરના રોજ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે પરંતુ હવે ટાઇગર 3નું કલેક્શન ઘટવા લાગ્યું છે. મનીષ શર્મ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો અને ઋતિક રોશનનો પણ કેમિયો છે. જે ફેન્સ માટે એક ટ્રીટથી ઓછો નથી. 

ફિલ્મના 10માં દિવસના બોક્સ ઓફિસ ક્લેક્શનની જો વાત કરીએ તો, 

સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ટાઇગર 3 એ 10માં દિવસે 5.14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 242.39 કરોડ થઈ જશે. જે રીતે આ ફિલ્મકલેક્શન કરી રહી છે તેને જોતા કહી શકાય કે, 250 કરોડની ક્લબમાં પ્રવેશવું મુશ્કેલ બની શકે છે. 

ટાઈગર- 3 નું બોક્સ ઓફિસ ક્લેક્શન 

  • પહેલા અઠવાડિયામાં 187.65 કરોડ રૂપિયા 
  • બીજા સપ્તાહ એટલે શુક્રવારે 13.25 કરોડ રૂપિયા
  •  શનિવારે 18.5 કરોડ રૂપિયા
  • રવિવારે 10.5 કરોડ રૂપિયા
  • સોમવારે 7.18 કરોડ રૂપિયા

ફિલ્મ સમીક્ષક સુમિત કડેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના કલેક્શન વિશે દાવો કર્યો હતો. તેણે લખ્યું કે- ટાઈગર 3નું  500 કરોડનું લાઇફ ટાઇમ ક્લેક્શન હવે પોસિબલ નથી. 


Google NewsGoogle News