સલમાન ખાનની Tiger 3 પહેલા દિવસે કરશે રેકૉર્ડતોડ કમાણી? જાણો કેટલું થયું એડવાન્સ બુકિંગ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
સલમાન ખાનની Tiger 3 પહેલા દિવસે કરશે રેકૉર્ડતોડ કમાણી? જાણો કેટલું થયું એડવાન્સ બુકિંગ 1 - image


નવી મુંબઇ,તા. 6 નવેમ્બર 2023, સોમવાર 

સલમાન ખાન તેમની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ બાબતે ખૂબ જ ચર્ચામાં આવે છે. ફેન્સ આતુરતાથી આ સ્પાઈ થ્રિલર ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

રિપોર્ટ્સનું માનીએ તો ટાઈગર 3 ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવા જઈ રહી છે. એડવાન્સ બુકિંગના મામલે સલમાન ખાનની ફિલ્મ ટૂંક સમયમાં શાહરૂખ ખાનની પઠાણને માત આપી દેશે.

કેટલી ટીકિટોનું વેચાણ? 

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મના જોરદાર એડવાન્સ બુકિંગના આંકડા જોતા એવું લાગે છે કે ટાઈગર 3 પહેલા દિવસની કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઈગર 3 એ અત્યાર સુધી નેશનલ મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં પહેલા દિવસે 44 હજાર 500 ટિકિટ વેચી છે. જેમાંથી પીવીઆર આઇનોક્સની 37 હજાર ટિકિટ છે.

ઝોયાનો એક્શન અવતાર 

આ ફિલ્મની શરૂઆત ‘એક થા ટાઈગર’થઈ થઈ હતી અને ત્યારપછી આ ફિલ્મનો બીજો ભાગ ‘ટાઈગર ઝિંદા હૈ’ રિલીઝ થયો હતો. ફિલ્મ ‘ટાઈગર 3’ ત્રીજો પાર્ટ છે. ટાઇગર 3ને લઈને ફિલ્મ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. YRF ની સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મ ટાઇગર 3 માં, સલમાન ખાનની હાઇ ઓક્ટન એક્શન સાથે, કેટરિના પણ ઘણા ફાઇટ અને સ્ટંટ સીન કરતી જોવા મળશે. 

આ સિવાય ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફની સાથે ઈમરાન હાશ્મીનો વિલન અવતાર પણ જોવા જેવો છે. જેને જોઇને પણ ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. ટ્રેલરમાં ફેન્સને ઇમરાનનો લુક પણ પસંદ આવ્યો છે. 

ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરી તો, ફિલ્મમાં સલમાન ઉપરાંત કેટરીના, ઈમરાન, કુમુદ મિશ્રા, રેવતી, રિદ્ધિ ડોગરા અને અનંત વિધાત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાન ટાઈગર 3માં પઠાણના અવતારમાં કેમિયો કરવા જઈ રહ્યો છે.


Google NewsGoogle News