મહાઠગ સુકેશ ચંદ્રશેખરે વેલેન્ટાઇન ડે પર જેક્લીનને પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યાનો દાવો, કહ્યું- ખાસ છે રજિસ્ટ્રેશન નંબર
Image: Facebook
Sukesh Chandrasekhar Jacqueline Fernandez: 200 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે દિલ્હીની મંડોલી જેલમાં કેદ સુકેશ ચંદ્રશેખર પોતાના વેલેન્ટાઇન લેટરને લઈને ચર્ચામાં છે. તેણે એક વખત ફરીથી એક્ટ્રેસ જેક્લીનને લેટર લખ્યો છે અને તેમાં પોતાના દિલની વાત કહી છે. સુકેશે જેક્લીનને રોમેન્ટિક લેટર લખ્યો છે. તેમાં તેણે પ્રેમથી 'બેબી ગર્લ' કહીને એક્ટ્રેસને એડ્રેસ કરી છે. સુકેશે વેલેન્ટાઇન ડેના અવસરે જેક્લીનને પ્રાઇવેટ જેટ પણ આપ્યું છે જેથી તે સરળતાથી પોતાની મુસાફરી કરી શકે.
સુકેશ ચંદ્રશેખરે લેટરમાં સૌથી પહેલા જેક્લીનને વેલેન્ટાઇન ડે ની શુભકામનાઓ આપી. તેણે પત્રમાં લખ્યું કે 'આ વર્ષની શરુઆત ખૂબ સારી પોઝિટિવિટી અને ખાસ બાબતો સાથે થઈ છે. આ વેલેન્ટાઇન પણ ખૂબ ખાસ રહ્યો છે. હું બાકીના વેલેન્ટાઇન સાથે મનાવવા માટે બસ એક પગલું દૂર છું. મહાઠગે આ લેટરમાં આગળ પોતાના પ્રેમને વ્યક્ત કરતાં લખ્યું કે હું હકીકતમાં જેક્લીનને ખૂબ પ્રેમ કરું છું અને તે દુનિયાની સૌથી સારી વેલેન્ટાઇન છે. હું તેને પાગલોની જેમ પ્રેમ કરું છું.'
આ પણ વાંચો: સુષ્મિતા સેન સાથે બ્રેકઅપની પુષ્ટી, લલિત મોદીએ નવી 'ગર્લફ્રેન્ડ' સાથે વીડિયો શેર કર્યો
જેક્લીનને ગિફ્ટ કર્યું સ્પેશિયલ પ્રાઇવેટ જેટ
આ સાથે જ સુકેશ ચંદ્રશેખરે લેટરમાં જાણકારી આપી છે કે વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે તેને એક સ્પેશિયલ પ્રાઇવેટ જેટ ગિફ્ટ કરી રહ્યો છું. તેણે જેટ પર જેક્લીનના નામના પહેલા અક્ષર લખેલા છે. જેટનો રજિસ્ટ્રેશન નંબર પણ એક્ટ્રેસના ડેટ ઑફ બર્થ પર છે, જે આને વધુ સ્પેશિયલ બનાવે છે. જેક્લીન વિશ્વભરમાં મુસાફરી કરે છે. હવે તે આ જેટની સાથે પોતાની જર્નીને વધુ સરળ બનાવી શકે છે.
સુકેશ ચંદ્રશેખરે પોતાના લેટરમાં પોતાની એક ઇચ્છા વ્યક્ત કરી કે 'જો હું બીજી વખત જન્મ લઉં તો તેના દિલ રૂપે જન્મ લેવા માગું છું, જેથી તે તેમાં ધડકતું રહે. હું પોતાને આ પ્લેનેટનો લકી માણસ માનું છું કે મને સૌથી સુંદર, સૌથી અમેજિંગ વ્યક્તિ વેલેન્ટાઇન તરીકે મળી.' આ કોઈ પહેલી વખત નથી કે જ્યારે સુકેશે જેક્લીનને કોઈ ભેટ આપી કે પછી લવ લેટર લખ્યો. આ પહેલાં પણ ઘણી વખત તે એક્ટ્રેસ માટે લેટર લખી ચૂક્યો છે. જેમાં તેને દિલની વાત પણ કહી ચૂક્યો છે.
200 કરોડની છેતરપિંડી મામલે જેલમાં કેદ છે સુકેશ
ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખર લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે દિલ્હીની મંડોલી જેલમાં કેદ છે. તે ઘણી વખત જેલથી જ જેક્લીનને લેટર લખતો રહ્યો છે, જેને લઈને તે ઘણી વખત ચર્ચામાં રહે છે. જોકે, જેક્લીન સુકેશની સાથે કોઈ પણ પ્રકારના રોમેન્ટિક સંબંધથી ઇન્કાર કરી ચૂકી છે.