KGF નહીં પણ યશના કરિયરની આ છે સૌથી મોટી ફિલ્મ, બજેટ કરતાં 10 ગણી કમાણી કરી હતી
Image: Facebook
South Actor Yash Birthday: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજે એક મોટા પરિવર્તનથી પસાર થઈ રહી છે. અમુક વર્ષોમાં જ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચમક બમણી થઈ ગઈ છે. હવે સાઉથની ફિલ્મોને જોવાનો દ્રષ્ટિકોણ લોકોએ બદલી દીધો છે. હિન્દી ઓડિયન્સ પણ હવે સાઉથ ફિલ્મો અને વેબ સીરિઝને ગંભીરતાથી લેવા લાગી ગયા છે. બોક્સ ઓફિસ પર પણ સાઉથની ફિલ્મોએ ધૂમ મચાવી દીધી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીને કોઈ એક એક્ટરે અહીં સુધી પહોંચાડી નથી પરંતુ જે એક્ટર્સે પણ આવું કર્યું છે તેમાંથી એક નામ યશનું પણ છે. સાઉથ સુપરસ્ટાર યશ પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહ્યો છે.
આમ તો કેજીએફ ફિલ્મથી તે સમગ્ર દુનિયામાં ફેમસ થયો અને તેના બીજા પાર્ટે તો બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા પરંતુ એ ભ્રમમાં ન રહો કે આ ફિલ્મ યશના કરિયરની સૌથી સફળ ફિલ્મ છે. એવું નથી. આવો જાણીએ કે 'રોકી ભાઈ' ના નામથી ફેમસ સાઉથ સુપરસ્ટાર યશના કરિયરની સૌથી સફળ ફિલ્મ કઈ છે.
કેજીએફ એક્ટર યશે હિન્દી ઓડિયન્સની વચ્ચે પોપ્યુલર થયાના બહુ પહેલા જ સાઉથ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેણે વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નામ 'જમબાડા હુડુગી' છે. તે બાદ તેણે રોકી, ગોકુલા, લકી, જાનૂ, ગુગલી અને ગજકેસરી જેવી ફિલ્મો કરી પરંતુ વર્ષ 2014માં તેણે એક એવી ફિલ્મમાં કામ કર્યું જેણે તેની કિસ્મત જ બદલી દીધી. તે 'મિસ્ટર એન્ડ મિસિસ રામચારી' ફિલ્મમાં નજર આવ્યો હતો. આ એક રોમેન્ટિક અને ઈમોશનલ ફિલ્મ હતી.
આ પણ વાંચો: ફલોપ થયેલી અને વખોડાયેલી કંગુવાએ પણ ઓસ્કરની હોડમાં ઝંપલાવ્યું
કેજીએફ ચેપ્ટર 2 થી પણ વધુ નફો કમાયો હતો
રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું ડાયરેક્શન સંતોષ આનંદરામે કર્યું હતું અને આ ફિલ્મમાં યશના અપોઝિટ રાધિકા પંડિત નજર આવી હતી. ફિલ્મ તો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આ સાથે યશ અને રાધિકાની લવ સ્ટોરી પણ આ ફિલ્મની સાથે શરૂ થઈ ગઈ હતી. આ ફિલ્મની રિલીઝના બે વર્ષ બાદ એટલે કે 2016માં કપલે રિયલ લાઈફમાં પણ લગ્ન કરી લીધા હતા.