સાઉથ અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે આ છે સૌથી મોટો તફાવત, દિગ્ગજ અભિનેત્રીએ કર્યો ખુલાસો
Image: Facebook
Raveena Tandon: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાની શ્રેષ્ઠ ફિલ્મો દ્વારા દર્શકોના દિલો પર રાજ કર્યું છે. રવીનાએ બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સાઉથ અને બોલિવૂડ મેકર્સની વચ્ચે એક મોટો ફરક જણાવ્યો. તેણે બંને ઈન્ડસ્ટ્રીમાં થતાં કામને લઈને વાત કરી. 90ના દાયકાની શ્રેષ્ઠ એક્ટ્રેસ રવીના ટંડને પોતાના કાર્યથી દર વખતે દર્શકોને ખૂબ ઈમ્પ્રેસ કર્યા છે. સાઉથની ફિલ્મો અને ઓટીટી દ્વારા એક વખત ફરીથી રવીના એક્ટિંગની દુનિયામાં કમબેક કરી ચૂકી છે. રવીના ટંડને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના કામથી દરેક જગ્યાએ ઓળખ બનાવી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સાઉથ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની વચ્ચે એક મોટું અંતર જણાવ્યું છે.
તાજેતરમાં જ રવીના ટંડને સાઉથ ઈન્ડસ્ટ્રીને લઈને વાત કરી. રવીનાએ ફિલ્મ તકદીરવાલાના શૂટિંગનો સમય યાદ કર્યો અને જણાવ્યું કે સાઉથની ઓછા બજેટની ફિલ્મોની અંદર પણ તેને કોઈ પ્રકારની ઉણપ જોવા મળી નહીં. સાઉથ ઈન્ડસ્ટ્રી ઓછા બજેટમાં પણ કેવી રીતે સારું કામ કરી લે છે. આ જોઈને રવીના ખૂબ ઈમ્પ્રેસ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે-સાથે વેંકટેશ પણ લીડ રોલમાં હતો.
સાઉથની ફિલ્મોમાં કેવી રીતે કામ થાય છે
રવીનાએ જણાવ્યુ, અમે મોરેશિયસમાં માત્ર 9 લોકોની ટીમની સાથે ફિલ્મના પાંચ ગીત શૂટ કર્યા, કોઈ લાઈટ મેન નહીં, કોઈ જનરેટર નહીં, કોઈ લાઈટ નહીં, કંઈ પણ નહીં. તેમણે ગીતને બે બેબી લાઈટ અને માત્ર રિફ્લેક્ટરની સાથે શૂટ કર્યું. જે સિલ્વર ફોઈલની સાથે હતા. આ રીતે તમામ ગીત શૂટ કરવામાં આવ્યા અને તમે તે ગીતોની ક્વોલિટીને જુઓ.
બોલિવૂડની ફિલ્મોની મોટી ટીમ
રવીના ટંડને બોલિવૂડના ગીતોને બહાર શૂટ કરવા અંગે પણ વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે મેકર્સ લગભગ 200 લોકોની ટીમ તૈયાર કરે છે. જે સાઉથની ફિલ્મોની સરખામણીએ ખૂબ વધુ છે.
જ્યારે હું મુંબઈમાં શૂટિંગ કરતી હતી અને અમે ત્યાંથી બહાર સ્વિત્ઝરલૅન્ડ કે કોઈ અન્ય સ્થળે જતા હતા તો 200 લોકો અમારી સાથે આવતા હતા. હુ કહેતી હતી કે જ્યારે આપણે આ બધુ કામ 10 લોકોની સાથે કરી શકીએ છીએ તો તમારે આટલા લોકોની જરૂર કેમ છે.