આ તો રિયલ નેશનલ ક્રશ', 43 વર્ષની અભિનેત્રી વિશે ચાહકે કહ્યું - સુંદરતામાં દીકરી પણ પાછળ રહી ગઈ
Iamge Twitter |
Shweta Tiwari: ટીવી, વેબ સીરિઝ અને ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી શ્વેતા તિવારીને કોણ નથી જાણતું, આજે પણ લોકો તેની સુંદરતા જોઈને ચકિત થઈ જાય છે. 43 વર્ષની ઉંમરે પણ શ્વેતા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવે છે. તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેમાં શ્વેતા તિવારી દીકરી પલક કરતા વધુ સુંદર લાગી રહી છે.
'કસૌટી જિંદગી કી' માં પ્રેરણાનું પાત્ર ભજવ્યું હતું
આજે પણ લોકો શ્વેતા તિવારીને પ્રેરણા કહે છે, તેમણે 'કસૌટી જિંદગી કી' માં પ્રેરણાનું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર ચાર-પાંચ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે.
આ તો રિયલ નેશનલ ક્રશ છે: યુઝર
શ્વેતા તિવારીના આ લૂકને જોઈને હવે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે, તે હજુ પણ ખૂબ જ સુંદર છે. બધી છોકરીઓ પાછળ રહી ગઈ. એક યુઝરે તો તેને તૃપ્તિ ડિમરી કરતા પણ સારી કહી છે. તો વળી બીજા એક યુઝરે લખ્યું કે, આ રિયલ નેશનલ ક્રશ છે. પૃથ્વી પરની એકમાત્ર રાણી છે.
શ્વેતા તિવારી છેલ્લે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સીરિઝ પોલીસ ફોર્મમાં જોવા મળી હતી. આમાં તેણે વિવેક ઓબેરોયની પત્નીનો રોલ કર્યો હતો.