Get The App

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો

Updated: Oct 19th, 2022


Google NewsGoogle News
બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 1 - image


મુંબઈ, તા. 19 ઓક્ટોબર 2022, બુધવાર

બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે તેમના કરીયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હોય અને મોટા થયા બાદ પણ ઈન્ડસ્ટ્રી ઉપર રાજ કર્યું હોય. ઉર્મિલા માતોંડકરથી શરૂ કરીને તારા સુતારિયા સુધી એવા અનેક બોલિવુડ સ્ટાર છે જેમણે પોતાના ડેબ્યુ પહેલાથી જ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. આમાંથી કેટલાક સ્ટાર્સ તો એવા પણ છે કે જેના વિશે દર્શકોને આ જાણકારી નહીં હોય કે તેઓ પોતાના બાળપણમાં બોલિવુડનો હિસ્સો હતા. તો ચાલો આજે આપણે બોલિવુડમાં રાજ કરતા એવા કલાકારો એવા કલાકારો વિશે જાણીશુ જે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 2 - image

તારા સુતારિયાઃ તારા સુતારિયાએ બાળકલાકાર તરીકે ટેલિવિઝનથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે 'ઓયે જસ્સી', 'લાઈફ ઓફ કરણ એન્ડ કબીર' જેવા કેટલાક શોમાં કામ કર્યું હતું. તેણે કરણ જોહરની 'સ્ટૂડન્ડ ઓફ ધ યર'થી બોલિવુડમાં પગ મૂક્યો હતો. આ ઉપરાંત તે સારી સિંગર પણ છે. 

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 3 - image

આમિર ખાનઃ મિસ્ટર પરફેક્શનિસ્ટ અને બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાન પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાના અંકલ નાસિર હુસૈનની ફિલ્મ 'યાદો કી બારાત' (1973)માં કામ કર્યું હતું. મોટા થયા બાદ આમિર ખાન એક એક્સપેરિમેન્ટ ફિલ્મ 'હોલી' (1984) માં પણ જોવા મળ્યા હતા. આમિરે ફુલ ટાઈમ એક્ટિંગ કરિયરની શરૂઆત 1988માં આવેલી 'કયામત સે કયામત તક'થી કરી હતી.

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 4 - image

ઋતિક રોશનઃ ગ્રીક ગોડ અને બોલિવુડના પ્રથમ સુપર હીરો કહેવાતા ઋતિક રોશને પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે 6 વર્ષની હતા ત્યારે તેમણે 1980માં આવેલી ફિલ્મ 'આશા'માં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. જોકે તેમણે લીડ એક્ટર તરીકે 'કહો ના પ્યાર હે' થી ડેબ્યુ કર્યું હતું.

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 5 - image

નીતૂ કપૂરઃ શું તમે જાણો છો નીતૂ કપૂરે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે માત્ર 8 વર્ષના હતા ત્યારે 1966માં આવેલી ફિલ્મ 'સૂરજ'માં કામ કર્યું હતું પરંતુ તે 1968માં આવેલી ફિલ્મ 'દો કલિયા'થી લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમણે લીડ એક્ટર તરીકે 1973માં આવેલી ફિલ્મ 'રીક્ષાવાલા'થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. 1973થી 1983 વચ્ચે નીતૂએ આશરે 50 ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું.

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 6 - image

કૃણાલ ખેમુઃ કૃણાલ ખેમુએ પણ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ટીવી સીરિયલ 'ગુલ ગુલશન ગુલ્ફામ'માં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યા હતા. તેમણે 'રાજા હિન્દુસ્તાની', 'હમ હૈ રાહી પ્યાર કે' અને 'જખ્મ' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે તેમણે લીડ એક્ટર તરીકે 2005માં આવેલી ફિલ્મ 'કલયુગ'થી ડેબ્યુ કર્યું હતું. 

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 7 - image

ઉર્મિલા માતોંકરઃ ઉર્મિલા માતોંડકર એવા સ્ટાર્સમાંથી એક છે જે બાળપણથી જ મનોરંજન જગતનો હિસ્સો રહ્યા હોય. તેણે 80ના દશકની અનેક ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ કરીકે કામ કર્યું હતું. તેણે લીડ એક્ટર તરીકે મલાયમ ફિલ્મ 'ચાણક્ય'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે કમલ હાસન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. 

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે બની ગયા છે સ્ટાર, નામ જાણીને ચોંકી જશો 8 - image

શાહિદ કપૂરઃ આજે બોલિવુડના ટોપ સ્ટાર્સમાં સામેલ શાહિદ કપૂર બાળપણમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. તેમણે કમ આર્યન બેન્ડ ના સોન્ગ 'આંખો મે તેરા હી ચહેરા'થી પ્રસિદ્ધિનો આનંદ માણવાનો શરૂ કર્યો હતો. જો કે સ્ક્રીન ઉપર તેઓ પહેલી વાર એક જાહેર ખબરમાં જોવા મળ્યા હતા. વર્ષો બાદ તેઓ કાજોલ, રાની મુખર્જી અને શાહરૂખ ખાન સાથે એક એડમાં જોવા મળ્યા હતા. તેમણે લીડ એક્ટર તરીકે 2003માં આવેલી ફિલ્મ 'ઈશ્ક-વિશ્ક'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 


Google NewsGoogle News