3-4 બાળક ઈચ્છે છે 'કુંવારી' એક્ટ્રેસ પણ મા નહીં બની શકે, કહ્યું - પ્રેગનેન્સી મારા માટે જીવલેણ...
Image: Facebook
Sherlyn Chopra: એક્ટ્રેસ શર્લિન ચોપડા ટીવી અને ફિલ્મ બંને ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તે પડદાથી ગાયબ નજર આવે છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
શર્લિને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને વાત કરી. તેણે કહ્યું કે 'હું માતા બનવા ઈચ્છું છું પરંતુ બની શકીશ નહીં. હું ક્યારેય પ્રેગ્નેન્ટ થઈ શકીશ નહીં કેમ કે મારા માટે પ્રેગ્નેન્સી માતા અને બાળક બંને માટે જીવલેણ હોઈ શકે છે, અમુક એવી મુશ્કેલી છે જેના કારણે હું પ્રેગ્નેન્ટ થઈ શકીશ નહીં. તો પછી મારા પાસે કયા-કયા વિકલ્પ છે જે પણ વિકલ્પ આપણા દેશમાં હાજર છે તે હું એક્સ્પ્લોર કરવા ઈચ્છીશ અને માતા બનવા માગીશ.
આ પણ વાંચો: અનન્યા પાંડેની પિતાને સલાહ , મને ફિલ્મો વિશે ગાઈડ કરવાનું બંધ કરો
હું ઈચ્છું છું કે મારા 3-4 બાળકો તો હોય જ. મે તો નામ પણ વિચારી રાખ્યા છે. હું ઈચ્છું છું કે તમામ બાળકોના નામ A લેટરથી શરૂ થાય. તેની પાછળનું પણ એક કારણ છે જે હું ટૂંક સમયમાં જણાવીશ, રિવીલ કરીશ. હું જ્યારે-જ્યારે બાળકો વિશે વિચારું છું તો એક અજીબ ખુશી અનુભવું છું. હું તેમના આવ્યા પહેલા આટલી ખુશી અનુભવું છું તો વિચારો તેમના આવ્યા બાદ મારી ખુશીનું ઠેકાણું રહેશે નહીં. હું કામ કરતી રહીશ. બાળકોને પણ સાથે લઈને ચાલીશ.'