રૂ. 131 કરોડના બંગલામાં રહે છે આ અભિનેતા, 21 વખત જીત્યો ફિલ્મફેર ઍવોર્ડ, 70 વર્ષની ઉંમરમાં જીવે છે લક્ઝરી લાઇફ
Actor Living Luxury Life at 70 Age: તમિલ અને ભારતની અન્ય ઘણી ભાષાઓમાં કામ કરનાર આ પ્રખ્યાત અભિનેતા રૂ. 131 કરોડના આલિશાન બંગલામાં રહે છે. 21 વાર ફિલ્મફેર ઍવોર્ડ જીતનાર આ અભિનેતા 70 વર્ષની ઉંમરે પણ લક્ઝરીયસ લાઇફ જીવે છે. આ અભિનેતા છે કમલ હાસન. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણા અભિનેતાઓ ખૂબ ફી વસૂલ કરે છે, પરંતુ કમલ હાસન એ જમાનામાં એક ફિલ્મ માટે એક કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. આ રકમ તેમણે 1994માં ચાર્જ કરી હતી.
ઘણી ભાષાઓમાં કામ
કમલ હાસનનું નામ સાઉથ અને બોલીવૂડમાં સન્માનથી લેવામાં આવે છે. 7 નવેમ્બર 1954ના રોજ તેમનો જન્મ તમિલનાડુના પરમાકુદીમાં થયો હતો. તેમણે તમિલની સાથે હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં પણ કામ કર્યું છે. સૌથી પહેલાં ચિરંજીવીએ 1992માં એક ફિલ્મ માટે એક કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતાં. ત્યારબાદ, એક કરોડની ક્લબમાં કમલ હાસનની એન્ટ્રી થઈ હતી. 1994માં આવેલી એક ફિલ્મ માટે તેમણે એક કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તેમને જોઈને રજનીકાંત પણ તરત એક કરોડ રૂપિયા ચાર્જ કરતાં થયા. 1995માં અમિતાભ બચ્ચન પણ કમબેક કરતાં એક કરોડ રૂપિયા ચાર્જ કરવા લાગ્યા. જોકે, કમલ હાસન એ પહેલાના એક્ટર્સમાં છે જેમણે એક કરોડ રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કર્યું હતું.
બેકગ્રાઉન્ડ ડાન્સરથી શરૂઆત
કમલ હાસન એક ઉમદા એક્ટર છે, પરંતુ તેઓ એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. ઘણી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યા બાદ 1974માં પહેલી વાર તેમને લીડ હીરો તરીકે 'કન્યાકુમારી' ફિલ્મની ઓફર મળી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો હતો. તેઓ જ્યારે ચાર વર્ષના હતા, ત્યારે 'કલાથુર કનમ્મા'માં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે વધુ પાંચ ફિલ્મોમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું.
કમલ હાસનની સિદ્ધિઓ
કમલ હાસન ભારતના એકમાત્ર એવા સ્ટાર છે, જેમની સૌથી વધુ એટલે કે સાત ફિલ્મો ઓસ્કરના બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરી માટે મોકલવામાં આવી છે. ભારતની હિસ્ટ્રીમાં સૌથી વધુ ફિલ્મફેર ઍવોર્ડ મેળવનાર એક્ટરના લિસ્ટમાં તેમનું નામ છે. તેમને બે વાર હિન્દીમાં અને 19 વાર સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમણે ફિલ્મફેર ઍવોર્ડમાંથી તેમનું નામ પાછું ખેંચી લીધું હતું જેથી કરીને અન્ય એક્ટર્સને એ ઍવોર્ડ મળી શકે. તેમને ચાર વાર નેશનલ ઍવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય બે લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ અને પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: યુઝર માટે વીડિયો બનાવવાનું થયું વધુ સરળ હવે, ગૂગલનું નવું AI ટૂલ એ બનાવી આપશે...
લક્ઝરી લાઇફ
કમલ હાસન એક્ટર અને પ્રોડ્યુસર છે, પરંતુ તેમની ઇન્કમના સોર્સ ઘણી છે. એક સારા એક્ટર તરીકે, તેઓ સારા બિઝનેસમેન પણ છે. સાઉથમાં કમલ હાસન અને બોલીવૂડમાં શાહરુખ ખાન, બન્નેનું નામ સારા એક્ટર અને સારા બિઝનેસમેન તરીકે લેવામાં આવે છે. કમલ હાસનને લક્ઝરી ખૂબ પસંદ છે. તેઓ 131 કરોડના બંગલામાં રહે છે. ચેન્નાઇના તેમના ઘરમાં ઘણી લક્ઝરી વસ્તુઓ છે. ચાઇલ્ડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરનાર કમલ હાસનનો એક બંગલો લંડનમાં પણ છે. કમલ હાસન હવે એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ‘બિગ બોસ’ના તમિલ વર્ઝનને હોસ્ટ કરવા માટે તેઓ પણ ઘણી મોટી રકમ ચાર્જ કરે છે. એક્ટિંગની સાથે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ તેઓ કરે છે. કમલ હાસનની નેટવર્થ 450 કરોડ રૂપિયા કહેવામાં આવે છે, પરંતુ તેમનો બંગલો, વિદેશી ઘર અને લક્ઝરી કાર્સની સાથે તેમની મિલકત 1650 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવે છે. એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરનાર આ એક્ટરની મિલકત કેટલી હશે, એની કલ્પના કરી શકાય છે.