2 વર્ષ કામ માટે તરસી, વડાપાંવ ખાઈ દિવસ પસાર કર્યા, લોકલમાં મુસાફરી કરી, જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું
Image: Facebook
Kalki Koechlin: બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કોચલીનએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'દેવ ડી' થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેની એક્ટિંગને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી પરંતુ પોતાની એક્ટિંગથી લોકોને ઈમ્પ્રેસ કરવા અને ફેમસ હોવા છતાં પણ કલ્કિને ડેબ્યૂ ફિલ્મ બાદ લગભગ 2 વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહોતું.
કલ્કિએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની પ્રોફેશનલ લાઈફના મુશ્કેલ સમય વિશે વાત કરી. એક્ટ્રેસે એ પણ ખુલાસો કર્યો કે રૂપિયા માટે તેણે ઘણા પ્રકારના રોલ્સ કર્યા. કલ્કિએ કહ્યું 'દેવ ડી' બાદ મને 2 વર્ષ સુધી કોઈ બીજી ફિલ્મ મળી નહીં. મને લાગે છે કે તે બાદ મારી આગામી ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' હતી.'
આ પણ વાંચો: હદમાં રહો, પત્ની શિલ્પાનું નામ વચ્ચે ના લાવશો: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાએ તોડ્યું મૌન
આ દરમિયાન કલ્કિએ ખૂબ આર્થિક તંગીનો પણ સામનો કર્યો. એક્ટ્રેસે કહ્યું કે રૂપિયાની અછતના કારણે મે માત્ર વડાપાંવ ખાઈને સમય પસાર કર્યો. હું લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી. મને લોકલ ટ્રેનમાં જોઈને લોકો ખૂબ સરપ્રાઈઝ થઈ જતાં હતાં. લોકો મને પૂછતાં હતાં કે મારી પાસે બોડીગાર્ડ કેમ નથી? કલ્કિ છેલ્લી વખત 'ખો ગયે હમ કહાં' માં નજર આવી હતી.