સફળ ફિલ્મ માટે તરસી ગયેલો ટાઈગર રેમ્બોની નકલ કરશે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
સફળ ફિલ્મ માટે તરસી ગયેલો ટાઈગર રેમ્બોની નકલ કરશે 1 - image


- રેમ્બો સીરીઝનું ઈન્ડિયન વર્ઝન બનાવાશે

- ગણપત ભારે ફલોપ થયા બાદ ટાઈગરની કેરિયર ડગુમગુ, એકસરખા રોલ મળે છે

મુંબઈ : ટાઈગર શ્રોફ લાંબા સમયથી એક હિટ ફિલ્મ માટે તરસી ગયો છે. આથી, તેણે હવે હોલીવૂડની ફેમસ 'રેમ્બો' સીરીઝની નકલ જેવી ફિલ્મ બનાવી દેશી રેમ્બો તરીકે ઓળખ ઉભી કરવાનું નક્કી કર્યું છે. 

ટાઈગરની તાજેતરમાં આવેલી 'ગણપત' ફિલ્મ તદ્દન રેઢિયાળ અને નબળી હોવાથી ફલોપ ગઈ હતી. અનેક લોકોએ રિવ્યૂ કર્યા હતા કે ટાઈગર શ્રોફના ચહેરા પર કોઈ હાવભાવ બદલાતા નથી અને તે તેની કારકિર્દીની  શરુઆતથી જ એક સરખી બીબાંઢાળ એક્શન ફિલ્મો કર્યા કરે છે. 

પરંતુ, કોઈ વૈવિધ્યસભર ભૂમિકા ભજવવામાં સક્ષમ નહીં હોવાથી ટાઈગર સતત એક જ પ્રકારની એકશન ફિલ્મો પર જ પસંદગી ઉતારતો રહે છે. હવે તેણે 'રેમ્બો'નાં ભારતીય વર્ઝનની ફિલ્મમાં કામ કરવાનું નકકી કર્યું છે. 

આ ફિલ્મનું શૂટિંગ  માર્ચ ૨૦૨૪માં શરુ થવાનું છે. ફિલ્મનો પ્રોડયૂસર સિદ્ધાર્થ આનંદ છે જોકે ડાયરેક્ટર રીકે રોહિત ધવન હશે. ટાઈગર હાલ 'હીરો નંબર વન' તથા 'બાગી ટૂ' જેવી ફિલ્મો પણ કરી રહ્યો છે.


Google NewsGoogle News