Get The App

અભિનેતા અલ્લુ અર્જુન પર BNSની બે કલમ લગાવાઈ, આજીવન કેદ સુધીની છે જોગવાઈ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
Allu Arjun Arrested


Allu Arjun Arrested For Women Death: 'પુષ્પા 2' ફિલ્મની સ્ક્રીનિંગમાં દરમિયાન નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યો હતો. 

આ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ

પોલીસના જણાવ્યાનુસાર, મૃતકના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતા અલ્લુ અર્જુન, તેમની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે!

બીએનએસ 2023ની કલમ 105, ગેર ઇરાદે હત્યા સાથે સંબંધિત છે જે હત્યાની સમાન છે. આ કલમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે. અલ્લુ અર્જુન પર કલમ 105 હેઠળ સુરક્ષા નિયમોની અવગણના અને બેદરકારીનો આરોપ છે. આ કલમ હેઠળ ઓછામાં ઓછી 5 વર્ષથી 10 વર્ષની જેલ અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.

કલમ 118 ખતરનાક સાધનનો ઉપયોગ કરીને સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવા અથવા ગંભીર ઈજા પહોંચાડવા સાથે સંબંધિત છે. પેલીસના જણાવ્યાનુસાર, કલમ 118 (1) હેઠળ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જવાબદારી અલ્લુ અર્જુનની હતી અને નિયમોનું પાલન ન કરવાને કારણે તેના પર આ કલમો લગાવવામાં આવી છે. 118 (1) હેઠળ જો કોઈ વ્યક્તિ ખતરનાક હથિયારો અથવા સાધનનો ઉપયોગ કરીને કોઈને ઈજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો: 'નાસ્તો પણ ન કરવા દીધો અને ધરપકડ કરી લીધી', પોલીસ કસ્ટડીમાં અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન


કલમ 118(1) બીએમએસ હેઠળ ગુનાઓનું જામીનપાત્ર અથવા બિન-જામીનપાત્ર તરીકે વર્ગીકરણ ગુનાની વિશિષ્ટ પ્રકૃતિ પર આધારિત છે. જો કલમ 118(1) બીએમએસ જો ગુનાને બિન-જામીનપાત્ર ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવે,તો આરોપીને જામીન મેળવવાનો અધિકાર રહેશે નહીં. કોર્ટે નિર્ણય લેતા પહેલા ફરિયાદ પક્ષની દલીલો ધ્યાનમાં લેવી પડશે. આ અંતર્ગત જો દોષિત ઠરે તો તમને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 20 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

અભિનેતા અલ્લુ અર્જુન પર BNSની બે કલમ લગાવાઈ, આજીવન કેદ સુધીની છે જોગવાઈ 2 - image



Google NewsGoogle News