કન્ફર્મ થઈ ગયું! મુન્નાભાઇ અને થ્રી ઈડિયટ્સ ફિલ્મની સિક્વલ બની રહી છે, ફેન્સની ઉત્સુકતા વધી
Bollywood News | વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી 'મુન્નાભાઈ ' સીરિઝની ફિલ્મો ઉપરાંત ' થ્રી ઈડિયટસ' બંનેની સીકવલ આવી રહી છે. વિધુ વિનોદ ચોપરાએ કન્ફર્મ કર્યું છે કે હાલ બંને ફિલ્મોની સીકવલની સ્ટોરી લખાઈ રહી છે. જોકે, વિધુ વિનોદ ચોપરાએ આ સીકવલ વિશે કોઈ ચોક્કસ ટાઈમફ્રેમ આપી નથી.
ઉલ્લેખનીય છે 'મુન્નાભાઈ' સીરિઝની 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઈ' બંને ફિલ્મો સુપરહિટ થઈ ચૂકી છે.
આ ફિલ્મોના કલાકારો સંજય દત્ત તથા અરશદ વારસી પણ એકથી વધુ વખત ત્રીજો ભાગ બનવો જોઈએ તેવી ખ્વાહિશ પ્રગટ કરી ચૂક્યા છે. જોકે આ માહિતી મળતાં જ ફેન્સની ખુશીનું ઠેકાણું જ રહ્યું નથી અને સંજય દત્ત તથા આમિર ખાન જેવા સ્ટાર્સ તેમજ મુન્નાભાઈ એમબીબીએસ તથા થ્રી ઈડિયટ્સ જેવી સુપરહીટ ફિલ્મોના ચાહકોની ઉત્સુકતા પણ હવે વધી ગઇ છે.