પુષ્પા ટુમાંથી શ્રીલીલાનું પત્તુ કપાઇ જવાની શક્યતા

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પુષ્પા ટુમાંથી શ્રીલીલાનું પત્તુ કપાઇ જવાની શક્યતા 1 - image


- આઇટમ સોન્ગ જ ફાઇનલ થઇ શકતું ન હોવાથી કદાચ લેવામાં પણ ન આવે

મુંબઇ : અલ્લૂ અર્જુનની પુષ્પા ટુને લઇને અપડેટ છે કે,  અભિનેત્રી શ્રીલીલાનું પત્તુ આ ફિલ્મમાંથી કપાઇ જાય તેવી પૂરી શક્યતા છે. ફિલ્મમાંના એક આઇટમ સોન્ગ માટે શ્રીલીલાને લેવામાં આવી હતી. પરંતુ હવે કદાજ આ ફિલ્મમાં આઇટમ સોન્ગ સમાવવામાં ન આવે તેવી હાલ પરિસ્થિતિ છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મના સંગીતકાર દેવી શ્રી પ્રસાદને હજી સુધી આઇટમ સોન્ગ માટેપરફેક્ટ ધૂન મળી નથી. તેથી આ ગીતને હોલ્ડ પર મુકવામાં આવ્યું છે. 

વાત એમ છે કે,મૂળ ફિલ્મ પુષ્પાની માફક જ સીકવલમાં પણ એક જબરદસ્ત આઇટમ સોન્ગ રાખવાની યોજના થઇ રહી હતી. જે મૂળ ફિલ્મ પુષ્પાના ઉ અંટાવાની ધૂનપર જ બનાવવાની યોજના હતી. આ ગીતમાં સામંથા રૂથ પ્રભુની માફક જ અન્ય કોઇ અભિનેત્રીની જરૂર હોવાથી શ્રીલીલાને પસંદ કરવામાં ાવી હતી. અભિનેત્રી પણ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરવા ઉત્સાહિત હતી. પરતુ હવે જાણવા મળ્યું છે કે, ફિલ્મના આ ગીતને હાલ હોલ્ડ પર મુકવામાં આવ્યું છે.

 મૂળ ફિલ્મ પુષ્પામાં આઇટમ સોન્ગ રસ્મિકા મંદાનાએ કર્યુ ંહતું. સીકવલમાં આ ગીત માટે તેને આપવી પડતી રકમ વધુ પડતી હોવાથી ફિલ્મસર્જકે શ્રીલીલા પર પસંદગી ઢોળી હતી. જોકે હવે એ પણ આ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે કે નહીં એ પ્રશ્રાર્થ છે. 

ફિલ્મનો અભિનેતા અલ્લુ અર્જુનની પણ ઇચ્છા છે કે,મૂળ ફિલ્મ કરતાં આ સીકવલમાં આઇટમ સોન્ગ વધુ જબરદસ્ત અને મનોરંજક હોવું જરૂરી છે. જેથી હાલ ફિલ્મસર્જકે આ ગીતને હોલ્ડ પર મુકી દીધું છે.


Google NewsGoogle News