દારૂ પીને રોડ પર લથડિયાં ખાતા વાયરલ વીડિયો મુદ્દે સની દેઓલનો ખુલાસો, જુઓ શું કરી પોસ્ટ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
દારૂ પીને રોડ પર લથડિયાં ખાતા વાયરલ વીડિયો મુદ્દે સની દેઓલનો ખુલાસો, જુઓ શું કરી પોસ્ટ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર

6 ડિસેમ્બરે સની દેઓલનો એક વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયાના યૂઝર્સે દાવો કર્યો કે સની દારૂના નશામાં ધૂત જુહૂના માર્ગો પર ફરી રહ્યા હતા. જે બાદ તેમને કોઈ ઓટો-રિક્ષા ચાલકે પોતાના ઓટોમાં બેસાડી લીધા. અફવાઓએ ખૂબ જોર પકડ્યુ. સનીએ પછી પોતે સ્પષ્ટતા આપી. શક્યતા છે કે આ પ્રમોશનની રીત પણ હોઈ શકે છે. સનીએ જણાવ્યુ કે તેઓ પોતાની આગામી ફિલ્મ 'સફર'નું શૂટિંગ કરી રહ્યા હતા. વાયરલ થયેલો વીડિયો ફિલ્મના સેટથી જ આવ્યો હતો. સનીએ વીડિયોના બિહાઈન્ડ ધ સીન ફુટેજ શેર કરીને ટ્વીટર પર લખ્યુ હતુ.

સની દેઓલે કહ્યુ કે આ તેમની ફિલ્મના શૂટિંગનો જ વીડિયો છે. જોકે તેમણે આ ફિલ્મને લઈને કોઈ વિગત બહાર આવવા દીધી નથી. આ કારણ છે કે તેમની સ્પષ્ટતા પહેલા ઘણા લોકો લખી રહ્યા હતા કે આ કોઈ એડનું શૂટિંગ પણ હોઈ શકે છે. તેમના વીડિયોથી એવુ લાગી રહ્યુ છે કે મેકર્સ ખૂબ ગુપ્ત રીતે ફિલ્મનું માર્કેટિંગ કરવાના છે. તમામ જરૂરી જાણકારી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હજુ સુધી મીડિયામાં ફિલ્મના ડાયરેક્ટર, કાસ્ટ વગેરેને લઈને કંઈ છુપાયુ નથી. જોકે સની દેઓલ પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ દારૂ પીતા નથી અને તેમને તેની સ્મેલ પણ પસંદ નથી. 

'સફર' બાદ સની દેઓલ '1947 લાહોર'નું શૂટિંગ પણ શરૂ કરવાના છે. આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બનનારી આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરશે. તે સાથે જ સનીનું નામ 'બોર્ડર 2' અને 'મા તુઝે સલામ 2' જેવી ફિલ્મોથી પણ જોડાઈ રહ્યુ છે પરંતુ આ બંને પ્રોજેક્ટ્સની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


Google NewsGoogle News