વિક્કી, તૃપ્તિ અને એમીની ત્રિપુટી બેડ ન્યૂઝ ફિલ્મમાં જોવા મળશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
વિક્કી, તૃપ્તિ અને એમીની ત્રિપુટી બેડ ન્યૂઝ ફિલ્મમાં જોવા મળશે 1 - image


- ધર્મા પ્રોડકશને ગુડ ન્યુઝ ફિલ્મની બીજી સીરીઝની ઘોષણા કરી

મુંબઇ : ધર્મા પ્રોડકશને વિક્કી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વર્ક સાથેની બેડ ન્યુઝ નામની ફિલ્મની ઘોષણા કરી છે. આ નિર્માણ કંપનીએ ૨૦૧૯માં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીને લઇને ગુડ ન્યુઝ ફિલ્મનું નિર્માણ કર્યું હતું જે બોક્સ ઓફિસપર હિટ નીવડી હતીહવે આ જ ફિલ્મની બીજી સીરીઝ બેડ ન્યુઝની ઘોષણા કરવામાં આવી છે. 

ધર્મા પ્રોડકશને એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં ફિલ્મની ઇમેજીસ, તેમજ વિક્કી, તૃપ્તિ એને એમી રમૂજી અવતારમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ તિવારીનું છે. આ ફિલ્મને   ૧૯ જુલાઇ, ૨૦૨૪નારોજ રિલીઝ કરવામાં આવશે. 

રિપોર્ટના અનુસાર, આ ફિલ્મમાં ધર્મા પ્રોડકશને ફ્રેશ સ્ટાર કાસ્ટને લીધી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક કામ કરતા જોવા મળશે. બીજા શબ્દોમાં કહીએ તો ગુડ ન્યુઝ ફિલ્મના એક પણ કલાકારને લેવામાં આવવાના નથી.


Google NewsGoogle News