હિસાબ ફિલ્મમાં શેફાલી, જયદિપ, અભિષેકની ત્રિપુટી
- છ વર્ષ પછી વિપુલ અમૃતલાલ શાહ દિગ્દર્શન કરશે
- શેફાલી અને જયદીપની ફિલ્મ થ્રી ઓફ અસ ફિલ્મ બહુ પોપ્યુલર બની હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : જયદીપ અહલાવત અને શેફાલી શાહની ફિલ્મ 'થ્રી ઓફ અસ' બહુ લોકપ્રિય થઈ હતી. હવે તેઓ 'હિસાબ' ફિલ્મમાં ફરી સ્ક્રીન શેર કરશે. આ વખતે તેમની સાથે અભિષેક બેનરજી પણ હશે.
આ ફિલ્મ દ્વારા વિપુલ અમૃતલાલ શાહ ફરી દિગ્દર્શન ક્ષેત્રે પુનરાગમન કરશે. તેમણે છેલ્લે ૨૦૧૮માં અર્જૂન કપૂર તથા પરિણિતી ચોપરાને લઈ 'સલામ નમસ્તે'નું દિગ્દર્શન કર્યું હતું.
'હિસાબ' ફિલ્મ એક બેન્ક રોબરી પર આધારિત હશે તેમ કહેવાય છે. વિપુલ અમૃતલાલ શાહની 'આંખે ' ફિલ્મમાં પણ બેન્ક રોબરીની જ વાર્તા હતી. આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ જાતે જ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદી આપવાના છે.