કોકટેલ ટૂમાં શાહિદ, રશ્મિકા અને ક્રિતીની ત્રિપૂટી
- સૈફ, દીપિકા અને ડાયનાનું સ્થાન લેશે
- 13 વર્ષ પછી બીજો ભાગ બનશે, હોમી અડજાણિયા જ દિગ્દર્શન કરશે
મુંબઇ : દીપિકા પદુકોણ, ડાયના પેન્ટી અને સૈફ અલી ખાનની હિટ ફિલ્મ 'કોકટેલ'નો બીજો ભાગ બની રહ્યો છે. બીજા ભાગમાં શાહિદ કપૂર સાથે રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરાયાં હોવાની ચર્ચા છે.
મૂળ 'કોકટેલ' ૨૦૧૨માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ ખાસ કરીને દીપિકાની કારકિર્દીની બહુ નોંધપાત્ર ફિલ્મ ગણાય છે. કેટલાક અહેવાલો અનુસાર રશ્મિકા મંદાના તો કેટલાક અહેવાલો મુજબ તૃપ્તિ ડિમરીને આ ફિલ્મ માટે સાઈન કરી લેવાયાં છે. મૂળ ફિલ્મનો ડાયરેક્ટર હોમી બડજાણીયા જ ફરી બીજા ભાગનું દિગ્દર્શન કરવાનો છે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના ગયા વરસે અનીસ બઝમીની ડબલ રોલવાળી કોમેડીમાં કામ કરવાના હતા.
પરંતુ બજેટના કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. હવે તેમને કોકટેલ ટુમાં કામ કરવાની તક મળી ગઇ છે.