જાહ્વવી કપૂર, ટાઇગર શ્રોફ અને વરુણ ધવનની ત્રિપુટી આગામી ફિલ્મમાં જોડી જમાવશે
- જેમાં વરુણ વિલનના રોલમાં જોવા મળશે
મુંબઇ : કરણ જોહરના નિર્માણની ફિલ્મમાં જાહ્નવી કપૂર ટાઇગર શ્રોફ સાથે જોડી જમાવવાની છે. આ ફિમનું નામ હાલ કામચલાઉ ડેડલી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ટાઈગર અને જાહ્નવીની જોડી રૂપેરી પડદે આકર્ષણ જમાવશે તેવી આશા છે. તેમજ વરુણ ધવન આ ફિલ્મમાં એકઆશ્ચર્યજનક વળાંકમાં વિલનના રોલની ભૂમિકામાં હશે.
સોશયલ મીડિયા પરના એક ટ્વીટ દ્વારા શેર કરવામાં આવ્યુ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ડેડલીએ નવા બ્રહ્માંડની શરૂઆત કશે. ટાઇગર શ્રોફ ખલનાયકની ભૂમિકામાં વરુણ ધવન રોલ કરશે.હાલ વરુણ ધવન સાથે વિલના રોલ માટે વાતચીત ચાલી રહી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાજ મહેતા કરશે. આ ફિલ્મની વાર્તા અનુરાગ કશ્યપની હશે તેમ સૂત્રે જણાવ્યું હતું.