સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ Tiger 3 નું ટ્રેલર 16 ઓક્ટોબરે થશે રિલીઝ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ Tiger 3 નું ટ્રેલર 16 ઓક્ટોબરે થશે રિલીઝ 1 - image


                                                             Image Source: Twitter

મુંબઈ, તા. 04 ઓક્ટોબર 2023 બુધવાર

ટાઈગર 3 સલમાન ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મની ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે તે ફિલ્મની આતુરતાનો અંત આવી રહ્યો છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે. સલમાન ખાને તાજેતરમાં જ ટાઈગર 3 નું ટીઝર રિલીઝ કર્યુ હતુ અને હવે ટ્રેલરની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. ટાઈગર 3 ના ટ્રેલરની જાણકારી યશરાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર આપી છે. 

ટાઈગર 3 વાઈઆરએફ સ્પાય યુનિવર્સની ફિલ્મ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ- ટાઈગર 3 ટ્રેલર 16 ઓક્ટોબરે ગર્જના માટે તૈયાર છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ હિંદીન, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. 

સલમાન ખાનનો દમદાર લુક  

ટાઈગર 3 નું ટીઝર 27 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં સલમાનનો દમદાર લુક બતાવવામાં આવ્યો છે. તે ટીઝરમાં કહે છે કે મારુ નામ અવિનાશ સિંહ રાઠોડ છે. પરંતુ તમારા સૌ માટે હુ ટાઈગર છુ. 20 વર્ષ સુધી મારુ બધુ જ ઈન્ડિયાની સુરક્ષામાં વાપરી દીધુ. બદલામાં કંઈ માગ્યુ નથી પરંતુ આજે માગી રહ્યો છુ. આજે તમને સૌ ને જણાવાઈ રહ્યુ છે કે ટાઈગર તમારો દુશ્મન છે. ટાઈગર ગદ્દાર છે. ટાઈગર દુશ્મન નંબર વન છે તો 20 વર્ષની ઈન્ડિયાની સર્વિસ બાદ હુ મારુ કેરેક્ટર સર્ટિફિકેટ માગી રહ્યો છુ. મારા દિકરાને હુ નહીં ઈન્ડિયા કહેશે કે તેના પિતા શુ હતા. દેશદ્રોહી કે દેશભક્ત... જીવતો રહ્યો તો તમારી સેવામાં ફરી હાજર નહીંતર તો જયહિંદ.

ટાઈગર 3 માં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ, ઈમરાન હાશમી લીડ રોલમાં નજર આવશે. ઈમરાન ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નજર આવશે. ફિલ્મને મનીષ શર્માએ ડાયરેક્ટ કરી છે.


Google NewsGoogle News