Get The App

અલ્લુ અર્જુનની ફિલ્મે 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, 'પુષ્પા 3'ને લઈને પણ આવી મોટી અપડેટ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુનની ફિલ્મે 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, 'પુષ્પા 3'ને લઈને પણ આવી મોટી અપડેટ 1 - image


Pushpa 3 News: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા ધી રુલ' હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આવતાં કદાચ 6 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. બીજી તરફ, 'પુષ્પા 2'એ માત્ર 4 દિવસમાં વર્લ્ડવાઈડ 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને નવી સિદ્ધી હાંસલ કરી લીધી છે. ફિલ્મ મેકર્સે આ વાતની માહિતી આપતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી છે. ફિલ્મ મેકર્સે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોસ્ટર શેર કરીને લખ્યું કે, " 'પુષ્પા 2' 4 દિવસમાં 829 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરતાની સાથે 800 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે."


ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બર 2021માં રીલિઝ થયો હતો. તે પછી બીજો ભાગ ત્રણ વર્ષે આવ્યો છે. બીજો ભાગ પણ મૂળ પ્લાનિંગ કરતાં લગભગ ચારથી છ મહિના મોડો રીલિઝ કરાયો છે. હવે ફિલ્મની ટીમ દ્વારા ત્રીજા ભાગની પણ હિન્ટ આપી દેવામાં આવી છે. જોકે, સાઉથના  સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજા ભાગનું શૂટિંગ બહુ જલ્દી શરુ થવાની સંભાવના ઓછી છે.

એક્ટર અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમાર બંને અન્ય પ્રોજેક્ટસ સ્વીકારી ચૂક્યા છે અને તેઓ તેને અગ્રતા આપવાના છે. બીજા એક રસપ્રદ અહેવાલો એવા છે કે 'પુષ્પા'ની હિરોઈન રશ્મિકા મંદાનાના અસલ જીવનના પ્રેમી વિજય દેવરકોંડાની કદાચ 'પુષ્પા થ્રી'માં એન્ટ્રી થઈ શકે છે. જોકે, આ અંગેની વાતચીત હજુ પ્રાથમિક તબક્કે જ છે. વિજય દેવરકોંડાનો ત્રીજા ભાગમાં ખલનાયકની ભૂમિકા માટે સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. 

4 દિવસમાં 800 કરોડનું કલેક્શન

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું કલેક્શન અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જેમાં 200 કરોડ માત્ર રવિવારની કમાણી છે. ત્યારે ભારતમાં પુષ્પાએ 532 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જેમાં રવિવારના આંકડા 142 કરોડ રૂપિયા છે. 


Google NewsGoogle News