દિલ્હી ક્રાઈમના ત્રીજા ભાગમાં શેફાલી શાહ સાથે હુમા કુરેશી પણ હશે
- ત્રીજો ભાગ હ્યુમન ટ્રાફિકિંગ પર હશે
- આ સપ્તાહથી શૂટિંગ શરુ થશે, આવતાં વર્ષની મધ્યમાં રીલિઝ થવાની ધારણા
મુંબઈ : લોકપ્રિય વેબ સીરિઝ 'દિલ્હી ક્રાઈમ'ના ત્રીજા ભાગમાં આ વખતે શેફાલી શાહ સાથે હુમા કુરેશી પણ જોડાશે. ત્રીજા ભાગમાં હ્યુમન ટ્રાફિકિંગ પર આધારિત કથા હશે તેમ જાણવા મળે છે.
શેફાલી પોલીસ ઓફિસર વર્તિકા ચતુર્વેદી તરીકેના જ પોતાના અવતારમાં જોવા મળશે. તેની સાથે રાજેશ તૈલંગ, રસિકા દુગ્ગલ, આદિલ હુસૈન સહિતના કલાકારો પણ હશે . ત્રીજા ભાગમાં નવી એન્ટ્રી તરીકે હુમા કુરેશી સામેલ થશે. જોકે, હુમા કુરેશીની ભૂમિકા વિશે ઝાઝી વિગતો પ્રાપ્ત થઈ નથી.
આ સીરિઝનું શૂટિંગ આ સપ્તાહમાં જ દિલ્હીમાં શરુ થઈ જશે તેમ મનાય છે. મેકર્સના પ્લાન અનુસાર આવતાં વર્ષની મધ્ય સુધીમાં ત્રીજો ભાગ ઓટીટી પર રીલિઝ કરી દેવાશે.
સીરિઝનું દિગ્દર્શન તનુજ ચોપરા જ કરી રહ્યા છે. જ્યારે જાહ્નવી કપૂરની ફિલ્મ 'ઉલઝ'ના દિગ્દર્શક સુધાંશુ સરિયા આ સીરિઝના લેખક છે.
છેલ્લા ત્રણ મહિનાથી સીરિઝનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે.