કૃતિ સેનનની Do Patti નું ટીઝર આઉટ, પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કાજોલ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
કૃતિ સેનનની Do Patti નું ટીઝર આઉટ, પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કાજોલ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 29 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

મોસ્ટ અવેટેડ નેટફ્લિક્સ ફિલ્મ 'દો પત્તી'નું ટીઝર ગુરૂવારે 29 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યુ. આ ફિલ્મમાં કાજોલ અને કૃતિ સેનન પહેલી વખત સ્ક્રીન શેર કરી રહી છે. ટીઝરમાં તમે જોઈ શકો છો કે કાજોલ એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે. આ પણ પહેલી વખત છે જ્યારે કાજોલે એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ દર્શકોને રોમાંચકારી રહસ્ય અને ઉત્તર ભારતના મંત્રમુગ્ધ કરી દેનારા સુંદર લોકેશન પર લઈ જાય છે.

નેટફ્લિક્સ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝર શેર કર્યુ અને તેને કેપ્શન આપ્યુ, પહેલા કામ હંમેશા ખાસ હોય છે. ભલે તે એક પોલીસ અધિકારી તરીકે કાજોલની પહેલી ફિલ્મ હોય કે કૃતિ સેનનની પહેલી થ્રિલર. દો પત્તી ટૂંક સમયમાં માત્ર નેટફ્લિક્સ પર આવી રહી છે.

શહીર શેખની સાથે રોમાન્સ કરતી નજર આવી રહી છે કૃતિ સેનન

આ ફિલ્મમાં કાજોલ અને કૃતિ સેનન સિવાય ટેલીવિઝનથી પોતાની ઓળખ બનાવનાર એક્ટર શહીર શેખ પણ છે. શહીર શેખને ટીઝરમાં કૃતિ સેનનની સાથે રોમાન્સ કરતા જોઈ શકાય છે.

ચાહકો ટીઝરના વખાણ કરી રહ્યા છે

ટીઝર જાહેર થતા જ ચાહકો અને દર્શકોએ તેને પરફેક્ટ કેટ એન્ડ માઉસ થ્રિલર તરીકે વખાણ્યુ છે. સોશિયલ મીડિયા પર ચાહકો વખાણ કરી રહ્યા છે. એક નેટિજને લખ્યુ, હુ ઈચ્છુ છુ કે કૃતિ આ રીતની ફિલ્મ કરે. આમ તો તે એક પરફેક્ટ એક્ટર છે. એક અન્ય નેટિજને લખ્યુ, આની કલ્પના કરી નહોતી, પરંતુ પહેલેથી જ ઉત્સાહિત છુ. એક ઈન્ટરનેટ યૂઝરે લખ્યુ, કૃતિ સેનન પોતાના પહેલા નકારાત્મક પાત્રમાં. 

કૃતિ સેનનના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ

દો પત્તી લેખિતા કનિકા ઢિલ્લો અને પ્રતિભાશાળી અભિનેત્રી કૃતિ સેનનની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે. દો પત્તી શશાંત ચતુર્વેદી દ્વારા નિર્દેશિત છે અને કનિકા ઢિલ્લોની કથા પિક્ચર્સ અને કૃતિ સેનનની બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સનું પહેલુ પ્રોડક્શન છે. ફિલ્મમાં રહસ્ય અને ષડયંત્ર જોવા મળશે, જેનો પર્દાફાશ કરવાનો પ્રયત્ન કાજોલ કરતી નજર આવશે. રસપ્રદ કહાની સિવાય ફિલ્મનું સંગીત પણ ખૂબ રોમાંચક છે.


Google NewsGoogle News