પુષ્પા ટૂના ક્લાઈમેક્સ સીનનો શૂટિંગ વીડિયો લીક થઈ ગયો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પુષ્પા ટૂના ક્લાઈમેક્સ સીનનો શૂટિંગ વીડિયો લીક થઈ ગયો 1 - image


- ગુપ્તતા નહિ જાળવતા સર્જકો પર ચાહકો નારાજ

- અગાઉ પણ ફિલ્મમાં રશ્મિકા મંદાનાના શૂટિંગના કેટલાક હિસ્સા લીક થયા હતા 

મુંબઈ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા ધી રુલ'ના ક્લાઈમેક્સના સીનના શૂટિંગનો વીડિયો લીક થઈ ગયો છે. તેના કારણે ચાહકો ભારે આક્રોશ અનુભવી રહ્યા છે. 

તેમણે ફિલ્મના સેટ પર ગુપ્તતા માટે પૂરતી તકેદારી નહિ લેવા બદલ સર્જકો પર પસ્તાળ પાડી છે. 

અગાઉ ફિલ્મમાં રશ્મિકા મંદાનાના શૂટિંગનો કેટલોક હિસ્સો પણ લીક થઈ ગયો હતો. તે પછી એવી વાત બહાર આવી હતી કે ફિલ્મ  સર્જકોએ સેટ પર ભારે કડક પ્રતિબંધો લાદ્યા છે. કોઈને પણ મોબાઈલ લઈ જવાની મનાઈ છે. જોકે, તેમ છતાં હવે ક્લાઈમેક્સ નો ફાઈટ સીન જ ઓનલાઈન લીક થઈ  ગયો છે. 

સંખ્યાબંધ ચાહકોએ આ વીડિયો તત્કાળ ડિલીટ કરવામાં આવે તેવી માગણી કરી છે. 

આ ફિલ્મ મૂળ તા. ૧૫મી ઓગસ્ટે રીલિઝ કરવાનું નક્કી થયું હતું. 

પરંતુ, ફિલ્મનું ઘણું કામ બાકી હોવાથી તેની રીલિઝ આગામી ડિસેમ્બર મહિના પર ઠેલવામાં આવી છે. 


Google NewsGoogle News