અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાયોપિકનું શૂટિંગ શરૂ થઈ ગયું
- સેબેસ્ટિઅન ટ્રમ્પ, મારિયા ઈવાનાના રોલમાં
- ટ્રમ્પ અમેરિકી રિયલ એસ્ટેટના માંધાતા કેવી રીતે બન્યા તેની વાર્તા દર્શાવાશે
મુંબઇ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાયોપિકનું શૂટિંગ શરુ થયું છે. સેબેસ્ટિઅન સ્ટેનને ટ્રમ્પના યુવાની કાળની ભૂમિકા સોંપવામાં આવી છે. ઈરાનના ઓસ્કર નામાંકિત ફિલ્મ નિર્માતા અલી અબ્બાસી આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમાં ટ્રમ્પ અમેરિકી રિયલ એસ્ટેટના માંધાતા કેવી રીતે બન્યા તેની કથા દર્શાવાશે. ટ્રમ્પની પહેલી પત્ની ઈવાનાની ભૂમિકા માટે મારિયા બકલાવાની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ ' ધી એપ્રેન્ટિસ' નક્કી કરાયું છે. ફિલ્મમાં મુખ્યત્વે ટ્રમ્પ કેવી રીતે એક એટર્ની રોય કોહન સાથેના પરિચય બાદ રિયલ એસ્ટેટમાં આગળ વધે છે તે વિશે દર્શાવવામાં આવશે. રોય કોહન ટ્રમ્પના માર્ગદર્શક બન્યા હતા. જોકે, બાદમાં રોય કોહનનું નામ અનેક વિવાદોમાં ખરડાયું હતું અને તેમની સામે પગલાં પણ લેવાયાં હતાં.