શાહરુખ-સુહાનની 'કિંગ'નું શૂટિંગ જાન્યુઆરીથી શરુ થશે

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
શાહરુખ-સુહાનની 'કિંગ'નું શૂટિંગ જાન્યુઆરીથી શરુ થશે 1 - image


- ફિલ્મમાં અભિષેક બચ્ચન સહિતના કલાકારો

- યુરોપના વિન્ટરમાં શૂટિંગ કરવાનું હોવાથી જાન્યુઆરી પસંદ કર્યો

મુંબઇ : શાહરુખ ખાન અને સુહાનાની ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરુ થશે. શાહરુખ ખાન યુરોપના વિન્ટરમાં શૂટિંગ ઈચ્છતો હોવાથી આ શિડયૂલ નક્કી કરાયું છે. 

ફિલ્મનું દિગ્દર્શન  સુજોય ઘોષ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ હશે. 

આ ફિલ્મમાં શાહરુખ કેમિયો નથી કરવાનો પરંતુ સુહાનાના મેન્ટર તરીકે તેનો ફૂલફલેજ્ડ રોલ છે. 

શાહરુખ અત્યારે સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મ માટે સુહાના એકશન દ્રશ્યોની તાલીમ લઈ રહી છે. 


Google NewsGoogle News