શાહરૂખ ખાન અને સુહાના ખાનની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
શાહરૂખ ખાન અને સુહાના ખાનની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે 1 - image


- પિતા-પુત્રી  પોતાના બંગલો મન્નતમાં  જ એકશન દ્રશ્યોની તાલીમ લઇ રહ્યા છે

મુંબઇ : શાહરૂખ ખાન અને સુહાના ખાન કિંગ નામની ફિલ્મમાં સાથે કામ કરવાના છે. પિતા-પુત્રી આ ફિલ્મના એકશન દ્રશ્યોની તાલીમ પોતાના મન્નત બંગલામાં જ લઇ રહ્યા છે. આ એકશન સીન્સ, માટે હોલીવૂડથી ટ્રેનિંગ માટે બોલાવામાં આવ્યા છે. કહેવાય છે કે, ફિલ્મ કિંગ હોલીવૂડ ફિલ્મ લિયોન : ધ પ્રોફેશનલ પર આધારિત છે. 

હાલમાં એક રિપોર્ટના અનુસાર, શાહરૂખ અને સુહાનાની આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે. એમ જણાઇ રહ્યું છે કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં કિંગના રોલમાં જોવા મળશે, જ્યારે આ બાળકીના રોલમાં સુહાના ખાન હશે.ફિલ્મ માટે અન્ય કાસ્ટિંગ કરવાનું હજી બાકી છે. 

આ ફિલ્મનું પ્રોડકશન શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને સિદ્ધાર્થ આનંદની કંપની મારફ્લિક્સ સાથે મળીને કરવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુજોય ઘોષનું છે. આ ફિલ્મની રિલીઝ ૨૦૨૫માં કરવામાં આવે તેવી શક્યતા છે. 


Google NewsGoogle News