રણવીર સિંહની ડોન 3 ફિલ્મનું શૂટિંગ ફરી લંબાઇ ગયું
- જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થવાનું હતું જે હવે લટકી ગયું
મુંબઇ : ફરહાન અખ્તરે ડોન ૩ની ઘોષણા કરી છે ત્યારથી ફિલ્મ ચર્ચામાં છે. ફરહાને ફિલ્મમાં ડોનના પાત્ર તરીકે રણવીર સિંહને પસંદ કર્યો હતો ત્યારે પણ સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવ આવ્યા હતા.
છેલ્લી ઘોષણા અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસના જાન્યુઆરી મહિનામાં શરૂ થવાનું હતું જે હવે પોસ્ટપોન થઇ ગયું છે.
રસપ્રદ તો એ છે કે, રણવીર સિંહની ડોન ૩નું શૂટિંગ શરૂ થઇ શકતું નથી, અને તે શક્તિમાનમાં મુખ્ય રોલ કરી રહ્યો હોવાની વાત પર મિશ્ર પ્રતિભાવ આવ્યા છે.
એક રિપોર્ટના અનુસાર, ફરહાન અખતરના કારણે આ ફિલ્મનું શૂટિંગ લંબાઇ રહ્યું છે. ફરહાન હાલ પોતાના અન્ય એક પ્રોજેક્ટને પ્રાધાન્ય આપીને તેના પર કામ કરી રહ્યો છે. હાલમાં જ તેણે ફિલ્મ ૧૨૦ બહાદુરની ધોષણા કરી હતી. આ ફિલ્મમાં ફરહાન મેજર રોલ કરી રહ્યો હોવાથી તે આ ફિલ્મને પહેલા પુરી કરવા માંગે છે.
ફરહાન અખ્તર ડોન ૩ અને ૧૨૦ બહાદુર ેમ બન્ને ફિલ્મો પર સાથે કામ કરી શકે તેમ નથી. તેવામાં તે કોઇ ઉતાવળ કરવા માંગતો નથી. કહેવાય છેકે, ફરહાન ૧૨૦ બહાદુરનું શૂટિંગ પુરું કર્યા પછી જ ડોન ૩ને આગળ વધારશે.