Get The App

મનોજ વાજપેયીની ફેમિલી મેન થ્રીનું શૂટિંગ શરૂ થઈ ગયું

Updated: May 7th, 2024


Google News
Google News
મનોજ વાજપેયીની ફેમિલી મેન થ્રીનું શૂટિંગ શરૂ થઈ ગયું 1 - image


- મનોજ ફરી શ્રીકાંત તિવારીના રોલમાં 

- પ્રિયમણી, શરીબ હાશ્મી પણ રિપિટ, ચાહકોને સામંથા જેવા સરપ્રાઈઝની અપેક્ષા

મુંબઇ : મનોજ વાજપેયીની બહુ વખણાયેલી વેબ સીરિઝ 'ફેંમિલી મેન થ્રી' નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મની ટીમે જ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં ચાહકો ખુશ થઈ ગયા છે. 

આ સીરિઝના બંને ભાગ બહુ જ લોકપ્રિય બન્યા હતા. ત્યારથી ચાહકો તેના ત્રીજા ભાગની ડિમાન્ડ કરી રહ્યા હતા. આજે આ સીરિઝનું શૂટિંગ ફરી શરુ થયાના સમાચાર અપાતાં ચાહકોએ ભારે  ખુશી વ્યક્ત કરી હતી અને હવે ઝડપભેર શૂટિંગ ક્યારે પૂરું થશે તેવી પૂછપરછ કરી હતી. 

હાલની માહિતી પ્રમાણે મનોજ વાજપેયી ફરી શ્રીકાંત તિવારીની મુખ્ય ભૂમિકા ભજવશે.

 પરિવારને બહુ ચાહતી પરંતુ મનોજ વાજપેયી પૂરતો સમય નહિ ફાળવી શકતો હોવાથી દ્વિધામાં રહેતી પત્નીની ભૂમિકામાં પ્રિયમણી પણ રિપીટ થઈ રહી છે.

 મનોજના સાથીદાર તરીકે શરીબ હાશ્મી પણ દેખાશે. 

જોકે, આ સીરિઝના બીજા ભાગમાં  આત્મઘાતી આતંકીની ભૂમિકામાં સામંથા રુથ પ્રભુ છવાઈ ગઈ હતી. તે આ સીરિઝના ત્રીજા ભાગમાં નહિ હોય તો તેના જેવી કોઈ અન્ય સરપ્રાઈઝ એન્ટ્રી હશે કે કેમ તે વિશે અટકળો વ્યક્ત થઈ રહી છે. 

Tags :
Manoj-Bajpayee

Google News
Google News