જોલી એલએલબી થ્રીનું શૂટિંગ આગામી ઉનાળામાં શરુ થશે
- ત્રીજા ભાગમાં અક્ષય અને અર્શદ બંને હશે
- શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન બંને આ સંબંધ માટે રાજી હોવાની ચર્ચાઓ
મુંબઇ : હિટ કોમેડી ફ્રેન્ચાઈઝ 'જોલી એલએલબી થ્રી'નું શૂટિંગ આગામી ઉનાળામાં શરુ થવાનું છે.
આ ફ્રેન્ચાઈજીના પહેલા ભાગમાં અર્શદ વરસી હતો. બીજા ભાગમાં તેની જગ્યાએ અક્ષય કુમાર ગોઠવાઈ ગયો હતો. જોકે, હવે ત્રીજા ભાગમાં બંનેનોે સમાવેશ કરાયો છે. જોકે, ત્રીજા ભાગમાં પણ ન્યાયધીશ તરીકે સૌરભ શુક્લા યથાવત રહેશે.
ફિલ્મના અન્ય કલાકારોનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુર સહિતનાં લોકેશન પણ ફાઈનલ કરવામાં આવી રહ્યાં છે. અક્ષય કુમારની તારીખો મળતાં આગામી ઉનાળામાં શૂટિંગ શરુ કરી દેવાશે.