Get The App

ઈબ્રાહિમ અલીની બીજી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ઈબ્રાહિમ અલીની બીજી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું 1 - image


- હજુ પહેલી ફિલ્મ રીલીઝ થઈ નથી

- ઈબ્રાહિમની બીજી ફિલ્મ મેરેથોન પ્લેયર પર આધારિતઃ ચંડીગઢમાં 10 દિવસ શૂટિંગ ચાલશે

મુંબઇ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પોતાની બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેની કયાઝ ઇરાનીની ડેબ્યુ ફિલ્મ 'સરજમીન' હજી રિલીઝ થઇ નથી. ત્યાં અભિનેતાએ પોતાની બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ   એક મેરેથોન પ્લેયર પર આધારિત છે. 

આ ફિલ્મનું ટાઈટલ 'દિલેર' છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખ કરી રહ્યો છે. 

આ ફિલ્મ સ્પોર્ટસ ડ્રામા છે પરંતુ તે કોઈ વાસ્તવિક ખેલાડીની બાયોપિક નથી. સ્પોર્ટસ બેકગ્રાઉન્ડ ધરાવતી પરંતુ એક ફિક્શનલ કથા પર તે આધારિત છે. 

ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં  દસ દિવસ ચાલશે. તે પછી હિમાચલ પ્રદેશમાં તેનું શિડયૂલ આગળ વધારાશે. 

ઈબ્રાહિમની એક પણ ફિલ્મ રીલીઝ થઈ નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર હાલ લોકપ્રિય છે. શ્વેતા તિવારીની દીકરી પલક સાથે તેનું અફેર ચાલતું હોવાનું ચર્ચા છે અને બંને વારંવાર સાથે જોવા મળતાં હોય છે. 


Google NewsGoogle News