લંડનમાં તોફાનોને લીધે ઈબ્રાહિમ અલી ખાનની દિલેરનું શૂટિંગ અટકયું

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
લંડનમાં તોફાનોને લીધે ઈબ્રાહિમ અલી ખાનની દિલેરનું શૂટિંગ અટકયું 1 - image


- હવે લંડનનાં દૃશ્યો મુંબઈમાં ફિલ્માવાશે

- એક મેરેથોન ખેલાડીની જિંદગી પર આધારિત ફિલ્મ હોવાની અટકળો

મુંબઇ : ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'દિલેર'નું શૂટિંગ લંડનમાં થવાનું હતું પરંતુ ત્યાં તોફાનો ફાટી નીકળતાં હાલ શૂટિંગ શિડયૂલ કેન્સલ કરવામાં આવ્યું છે. 

ફિલ્મની ટીમને ત્યાં કલાકારોની સલામતી ન જણાતાં તથા તોફાનોને લીધે લોજિસ્ટિક્સની પણ અનેક તકલીફો પડી શકે તેમ હોવાનું લાગતાં સમગ્ર શિડયૂલ કેન્સલ કરી દેવાયું છે. 

હવે આ ફિલ્મના લંડનનાં દૃશ્યોનું શૂટિંગ મુંબઈમાં જ કરવામાં આવશે અને લંડનનો બેકડ્રોપ દેખાડવા ટેકનોલોજીની મદદ લેવાશે. આ ફિલ્મ એક મેરેથોન ખેલાડીની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે. 

જોકે, ફિલ્મની ટીમે આ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. ઈબ્રાહિમ સિવાય અન્ય કાસ્ટની વિગતો પણ અપાઈ નથી. 


Google NewsGoogle News