હીરામંડી વેબસીરીઝનું શૂટિંગ આ મહિનાના અંતે પૂર્ણ થઈ જશે
- છેલ્લું શિડયૂલ લખનૌને બદલે મુંબઈમાં
- મૂળ રેખાકનો રોલ સંજય લીલા ભણશાળીએ મનિષા કોઈરાલાને આપી દીધાની વાતથી ચાહકોને આંચકો
મુંબઈ : સંજય લીલા ભણશાળીની બહુ મહત્વાકાંક્ષી વેબસીરીઝ 'હીરામંડી' હવે પૂર્ણતાને આરે છે. આ સીરીઝનાં છેલ્લાં શિડયૂલનું શૂટિંગ મુંબઈમાં આ મહિને પૂર્ણ થઈ જશે. સંજય લીલા ભણશાળી અંતિમ શૂટિંગ લખનૌમાં કરી શકે છે. જોકે, ભણશાળીના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે સંજય લીલા ભણશાળીને આઉટડોર શૂટિંગ બહુ પસંદ નથી. તે મોટાભાગે સ્ટુડિયો જેવી જગ્યાએ જ્યાં બધું જ પોતાના નિયંત્રણ હેઠળ હોય ત્યાં જ સેટ ઊભા કરીને શૂટિંગ કરવાનો આગ્રહ રાખે છે. 'પદ્માવત' તથા 'બાજીરાવ મસ્તાની'ના શૂટિંગ વખતે કેટલાક અનુભવો બાદ સંજય લીલા ભણશાળી બને ત્યાં સુધી કોઈ સ્ટુડિયોમાં જ શૂટિંગનો આગ્રહ રાખે છે. બીજી તરફ આ સીરીઝમાં મૂળ રેખા માટે લખાયેલો રોલ મનિષા કોઈરાલાને આપી દેવાયો હોવાની વાત બહાર આવતાં ચાહકોને આંચકો લાગ્યો છે.
રેખાનો રોલ એક નિપુણ કથ્થક નૃત્યાંગનાનો હતો અને મનિષા કોઈરાલા આ નૃત્યની જાણકાર નથી. મનિષા બહુ લાંબા સમયથી ફિલ્મ દુનિયાથી બહાર પણ છે. સીરિઝની અન્ય હિરોઈનોમાં ઋચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી તથા અદિતી રાવ હૈદરીનો સમાવેશ થાય છે.
સંજય લીલા ભણશાળીએ અગાઉ રેખા ઉપરાંત મુમતાઝને પણ આ સીરીઝમાં રોલની ઓફર કરી હતી. જોકે, વિતેલા જમાનાની આ બંને જાજરમાન અભિનેત્રીઓએ આ રોલ કરવાની ના પાડી દીધી હતી.